જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોની સાથે આ પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓમાં ઉજવણી વિકાસ પામી છે: ભગવાન ઇશુ ખ્રિસ્તના જન્મ દિવસના સ્મરણાર્થે ઉજવાય છે
સૌ પ્રથમ નાતાલની ઉજવણી હોંગકોંગથી શરૂ થઇ હતી: જાપાન અને કોરીયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવા છતાં ત્યાં ક્રિસમસનો તહેવાર લોકપ્રિય છે: દેવળોમાં વિવિધ શણગારો સાથે આનંદ-ઉલ્લાસથી ઉજવે છે વિશ્ર્વભરના લોકો
25મી ડિસેમ્બર નાતાલનો તહેવાર, જાહેર રજાની મઝા સાથે આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં વિશ્ર્વભરમાં આ તહેવાર ઉજવાય છે. તેની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિઓ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબત થાય છે. કરૂણાવતાર ઇશુ ખ્રિસ્તના જન્મદિવસ અવસરે ઉજવાય છે. વર્ષના અંતિમ સપ્તાહ સાથે નાતાલનો તહેવાર 31મી ડિસેમ્બરની અંતિત રાત સુધી વર્ષને બાય કરીને નવલા વર્ષને વેલકમ કરે છે. આજથી સતત બાર દિવસ ક્રિસમસના તહેવારોનો રંગારંગ, નયનરમ્ય લાઇટીંગ સુશોભનથી કરાશે.
જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત ફેલાયેલી છે તેવા દેશો સાથે આ ઉજવણી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓમાં પણ વિકાસ પામી છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીની વસ્તી સાવ ઓછી હોવા છતા ત્યાંની પ્રજામાં આ તહેવાર ખૂબ જ લોકપ્રિય છે. દેવળોમાં વિવિધ શણગારો સાથે વિશ્ર્વભરના લોકો આ ઉત્સવમાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે. નાતાલના તહેવારોમાં ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલના વૃક્ષ ક્રિસમસ ટ્રી જેવી બિન સાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી લીધી છે. નાતાલ અને ઇસ્ટરના તહેવારમાં દેવળોમાં સૌથી વધુ ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે.
નાતાલનો તહેવાર આનંદ અને સુખ આપનારો વૈશ્ર્વિકસ્તરનો સૌથી મોટો તહેવાર છે. ચર્ચમાં જઇને પ્રાર્થના કરીને વૃક્ષને કૃત્રિમ રીતે લાઇટ્સ, ફૂગ્ગા, રમકડાં વિગેરેથી શણગારે છે. નાના બાળકોને આ દિવસે ભેટ-સોગાદ આપવામાં આવે છે. આ તહેવારોની સાથે સાંતાક્લોઝનું નિરાળુ જોડાણ છે, બાળકનું અતિપ્રિય પાત્ર છે. નાના બાળકો તેનો ડ્રેસ પહેરીને પણ પાર્ટી, ગીત-સંગીત સાથે નૃત્ય કરીને આનંદ માણે છે. એકબીજાને ‘હેપ્પી મેરી ક્રિસમસ’ સંબોધન કરે છે.
દુનિયાનું સૌથી મોટું 221 ફૂટ ઉંચુ ક્રિસમસ ટ્રી 1950માં વોશિંગટન ખાતે બનાવ્યું હતું દર વર્ષે એકલા યુ.એસ.માં જ 50 મિલિયન નાતાલના વૃક્ષો વેચાય છે. 1962માં અમેરિકામાં ખાસ ટપાલ ટીકીટ બહાર પડી હતી. 1857માં જિંગલ બેલ્સનો પ્રારંભ થયેલો ખ્રિસ્તીઓ વિશ્ર્વભરમાં ફેલાયેલા હોવાથી સમગ્ર વિશ્ર્વમાં આ તહેવાર ઉજવાય છે. ઇશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે. ઇશા મસીહ ઉંચનીચના ભેદભાવમાં માનતા ન હોવાથી ક્રિસમસનું પાવન પર્વ પણ કોઇ એકનું નથી જેને કારણે દુનિયાના બધા જ લોકો ઉજવે છે.
ક્રિસમસના 15 દિવસ પૂર્વે જ બજારોમાં રોનક શરૂ થઇ જાય છે. લોકો પોતાના ઘરોને સજાવવા લાગે છે. આપણાં દેશમાં પણ હવે બધા સમુદાયના લોકો ઉજવણીમાં જોડાવા લાગ્યા છે. ઇશા મસીહને પરમેશ્ર્વરના દૂત માનવામાં આવે છે. તેઓએ સાદુ જીવન જીવને સર્વસ્વ પરમેશ્ર્વરને સમર્પિત કરી દીધું હતું. સાંતાક્લોઝ કેટલાક દેશોમાં દંતકથા જેવુ કાલ્પનિક પાત્ર છે. ડિસેમ્બરને ક્રિસમસ મંથ પણ કહેવાય છે.
નાતાલ વિશેની કેટલીક રોચક માહિતીમાં ખ્રિસ્તી માસ ઉપરથી ક્રિસમસ શબ્દ આવ્યો છે. ઇશુના અવસાન બાદ 25 ડિસેમ્બર તારીખ નક્કી કરાય હતી, જો કે તેમની સાચી જન્મ તારીખ વિશે કોઇ માહિતી મળતી નથી. 16મી સદીમાં જર્મનીમાં ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કરાયો હતો. નાતાલને ડ્ઢ ળફત તરીકે ઓળખાય છે, ડ્ઢ એ પ્રાચિન ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. જેમાં ડ્ઢ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે. તેથી ડ્ઢ ળફત નો અર્થ નાતાલ થાય છે. 1882માં પ્રથમવાર ક્રિસમસ ટ્રી ને લાઇટ્સથી શણગાર કરાયો હતો, જો કે તેનો પુરાવો 1570માં લખાયેલા પુસ્તકમાં જોવા મળે છે.
આ ઐતિહાસિક રોમન તહેવાર છે જે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃતથી દૂર જતો હોય તે દિવસથી નાતાલની ઉજવણી શરૂ કરાય છે. આ દિવસના બરાબર નવા માસ બાદ 25 ડિસેમ્બર આવતી હોવાથી આ તહેવાર આજની તારીખે ઉજવાય રહ્યો છે. નાતાલ તહેવારની મૌસમ બાર દિવસ સુધી ચાલે છે. રશિયા, જ્યોર્જિયા, ઇજિપ્ત, યુક્રેન, મેસેડોનીયા, સર્બિયા અને જેરૂસેલમના ગ્રીક ધર્માધ્યક્ષો જેવા રૂઢિચુસ્તોએ જુના જુલિયાન કેલેન્ડરનો ઉપયોગ હજી ચાલુ રખાતા તે 7મી જાન્યુઆરીએ આ તહેવાર ઉજવે છે. જો કે અમુક 6 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરે છે.
વિશ્ર્વના ઘણા દેશો માટે નાતાલએ વર્ષનું સૌથી મોટું આર્થિક ઉદ્ીપક છે. તમામ ક્ષેત્રોમાં ખરીદીનું પ્રમાણ વધી જાય છે. સામાન્ય મહિનાઓ કરતાં ડિસેમ્બરમાં ખરીદી ગ્રાફ ખૂબ જ ઉંચો જોવા મળે છે. નાતાલનો તહેવાર ભાઇચારાનો સંદેશ આપે છે, અને બધા જ લોકોને પ્રેમનો સંદેશ આપે છે. આ દિવસે કેક કાપવાનો અનેરો મહિમા હોવાથી લોકો કેક કાપીને એકબીજાને કેક ખવડાવીને ઉજવણી કરે છે. સાંતાક્લોઝ પૃથ્વીના ઉત્તર ધ્રુવમાં રહેતા હોવાની લોકવાયકા છે. નાતાલની શોધ ઇસવીસન 336માં થઇ હોવાનું જાણવા મળે છે. સાંતાક્લોઝ સૌથી જાણિતી વ્યક્તિ છે તે ચોથી સદીમાં ખ્રિસ્તી સંત હતા ત્યાર ની વાત છે, આ પરંપરા લોકપ્રિય છબી સંત નિકોલસ સાથે જોડાયેલી છે.
નાતાલમાં દેવળોમાં ભક્તિનું અનેરૂ મહત્વ છે. વિવિધ ભક્તિની રીતો-જાણિતા રીત રિવાજો સાથે પૂર્વીય રૂઢિગત દેવળોમાં ઇશુના જન્મની ઉજવણી નાતાલ પૂર્વેથી 40 દિવસ સુધી કરવામાં આવે છે. જ્યારે પશ્ર્ચિમી ખ્રિસ્તીઓ 4 સપ્તાહ સુધી એડવેન્ટ એટલે કે નાતાલ પૂર્વેના કાળની ઉજવણી કરતા હતાં.
દુનિયામાં જેટલા પણ તહેવારો ઉજવાય છે, તેનો હેતુ માત્ર પ્રેમ છે
દુનિયાના તહેવારોની શરૂઆત માત્ર એકતા જાળવવા માટે કરવામાં આવી હતી, તમામ તહેવારોની ઉજવણી પાછળનો હેતુ માત્ર પ્રેમ છે. ક્રિસમસ-ડે એ વિશ્ર્વનો સૌથી વધુ ઉજવાતા તહેવારોમાંનો એક છે. ખ્રિસ્તી ધર્મનો ખાસ તહેવાર છે. નાતાલની ઉજવણી પ્રેમ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટે ઉજવણી કરાય છે. બાળકોમાં પ્રેમ અને ભગવાન પ્રત્યે શ્રધ્ધા બળવતર કરવા આ દિવસે વિવિધ આયોજન થાય છે. સાંતાક્લોઝ બાળકોના પ્યારા છે, જે ઘરે ઘરે જઇને ભેટ-સોગાદો સાથે ખુશી વહેંચે છે. નાતાલના દિવસને મોટો દિવસ પણ કહેવાય છે. તેની ઉજવણી બાર દિવસ એટલે કે 6 જાન્યુઆરી સુધી ચાલુ રહે છે. નાતાલના બાર દિવસના તહેવારને ક્રિસમસ ટાઇડ પણ કહે છે. નાના બાળકો સાંતાક્લોઝ પાસેથી ભેટ ઇચ્છા રાખે છે જે સાંતા પૂરી કરે છે. ઇશુ ખ્રિસ્ત અંગેની ઘણી હકિકતો-વાર્તાઓ બાઇબલમાં લખેલી છે. ઇશુને મસિહા કહેવાય છે. ક્રિસમસ ટ્રી અંગે પણ પૌરાણિક કથાઓ છે. જેમાં બધા દેવતાઓએ ખુશી વ્યક્ત કરવા સદાબહાર વૃક્ષને શણગાર્યું હતું તેવી દંતકથા છે. ખ્રિસ્તીધર્મના લોકો આ દિવસોમાં બાઇબલનું વાંચન કરીને તેમના ધર્મ અનુસાર ઉપવાસ પણ કરે છે. ક્રિસમસ તહેવાર વિશ્ર્વમાં શાંતિ અને સદાચારનું પ્રતિક માનવામાં આવે છે. બાઇબલની વાર્તાઓમાં પણ માણસમાં શાંતિ, દયા, સદાચાર અને પ્રેમની ભાવના ઉત્પન્ન થાય તેવો બોધ રહેલો છે.