ગુજરાતમાં બીજા ક્વાર્ટરમાં બેંકોના એનપીએમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો
એક તરફ આર્થિક સ્થિતિ માં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે બેન્કોને પણ ઘણો ફાયદો થાય છે તો સામે બીજો પ્રશ્ન ઉદભવી થયો છે કે ગુજરાતમાં બેંકોનું એનપીએ માં પણ ૨૯ ટકા જેટલો અધધ વધારો જોવા મળ્યો છે પરિણામે એવા સ્પષ્ટ થાય છે કે આપણા માટે બેન્કોએ ગ્રાહકોને વ્યાજ ચૂકવવું પડશે તો સામે એનડીએ પણ એટલા જ થઈ રહ્યા છે જેથી બેંકને બંને તરફથી માર પડી રહ્યો છે.
રાજ્યકક્ષાની બેન્કર કમિટી દ્વારા એ વાત પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગુજરાતમાં કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ રોકાણકારો એટલે કે થાપણદારો નું પ્રમાણ ૧૨.૪ ટકા વધ્યું છે ગત વર્ષે થાપણ 8.15 કરોડ નોંધાઈ હતી જે હવે 9.17 કરોડ નોંધાઇ છે. બીજી તરફ બીજા ક્વાર્ટરમાં ગુજરાતની બેંકોનું એનપીએ પણ ૨૯ ટકા વધ્યું છે જે ગત વર્ષે 32,564 કરોડ હતું તે હવે 41,999 કરોડ નોંધાયું છે જે ખરા અર્થમાં બેંક માટે સારી વાત ન કહી શકાય.
હાલ એક તરફ બેંકો માટે સારા સમાચાર છે તો બીજી તરફ એ જ બેંકો માટે માઠા સમાચાર છે પરિણામે બેંકોને બંને તરફથી પૂરતો માર પડી રહ્યો છે. કે જો યોગ્ય નીતિ અને નિયમો અમલી બનાવવામાં આવે તો બેંકોના એનપીએમાં ઘણાખરા અંશે ઘટાડો પણ થઈ શકશે અને બેન્કોને આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સુધારો જોવા મળશે પરંતુ હાલના તબક્કે જે રીતે થાપણો માં વધારો થયો છે તે જોતા એ વાત સ્પષ્ટ થઈ છે કે રાજ્યની અર્થવ્યવસ્થા અને લોકોની આવકમાં પણ ઘણાખરા અંશે હકારાત્મક સુધારો જોવા મળ્યો છે પરિણામે તેમના દ્વારા આપણા વધુને વધુ બેન્કોમાં જમા કરાવવામાં આવે છે.