આગામી શતાબ્દી હિન્દુે શતાબ્દી થશે તથા ભારત વિશ્ર્વનું નેતૃત્વ કરશે આવો દ્રઢ વિચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી સ્થાપના કરનાર પ.પૂ. ડો. કેશવરાવ  બલીરામ હેડગેવાર તથા દ્વિતીય સરસંઘ ચાલક પ.પૂ. માધવરાવ સદાશીવરાવ ગોવલકર, તથા શ્યામપ્રસાદ મુખર્જી એકાત્મની માનવવાદના પ્રેરણા પંડીત દીનદયાળ ઉ5ાઘ્યાયની પ્રેરણા અને માર્ગદર્શન સાથે 1951 માં જગ્ગનનાથ જોશી, સુદર્શનજી ભંડારી અને નાનજી દેશમુખની સાથે રાજકારણમાં પગ મુકનાર  એવા અટલ બિહારી વાજપેથી કે , જે ભારતના રાજકીય પક્ષોમાં એવા બહુજ ઓછા પ્રજ્ઞાપુરૂષો થયા છે કે , વિરોધીઓ ” જેવું પ્રથમ સાંભળવા આતુર હોય અને જેની વાણીમાં સાક્ષાત સરસ્વતી હોય તેવા પ્રખર સ્પષ્ટ વકતા ભાવનાશીલ કવિ વિચક્ષણ રાજપુરુષ અને સંવેદનશીલ સમાજસેવકનો જન્મ  5 ડિસેમ્બર , 1924 ના રોજ ગ્વાલિયરમાં શ્રીકૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં થયો હતો

તેમની માતાના કૃષ્ણાદેવી અને તેમનું નામ અટબ બિહારી રાખેલ, ગ્વાલિયરના ગોરખી બારા વિસ્તારમાં આવેલી સરસ્વતી શિશુ મંદિરમાં સ્કુલનો અભ્યાસ ગ્વાલિયરની વિકટોરીયા કોલેજમાં ગ્રેજયુએશન અને કાનપુરની દેવ કોલેજમાંથી પોલીટીકલ સાયન્સમાં માસ્ટરી ડીગ્રી મેળવી હતી. જેઓ નાનપણથી દેશભકિતના રંગે રંગાયેલા અને 1941માં સંઘની શાખા શરુ કરી. 1942ની ચળવળમાં કારાવાસ પણ વેઠયો, અભ્યાસની સાથે સાથ ભારતના હિન્દુમાં શું શું ખામી છે.

શું શું હાની પહોચાડી છે તે ચાલુ અભ્યાસે  ગહન કરતા રહ્યા. આવા સ્વયસેવક, રાજનેતા છે જેમણે આર.એસ.એસ.ના પ્રચારકથી લઇને રાષ્ટ્રધર્મ:, સ્વદેશ અને વીર અર્જુન દૈનિક અખબાર, પાંચજન્ય હિન્દુ રાષ્ટ્રના સંપાદક અને પછી રાજકીય નેતા (1955 થી 1977 ભારતીય જનસંઘ, 1977 થી 1980 જનતા પાર્ટી, 1980 થી 2018 ભારતીય જનતા પક્ષ) થી માંડીને વડાપ્રધાન પદ મે. 1996 13 દિવસ, 1998-1999 13 માસ, 1999 થી 2004) ને દિપાવ્યું હતું.

આ જવાબદારી સંભાળી અને નીભાવી હતી. અને 1992માં પદ્મવિભૂષણ, 1994 માં લોકમાન્ય તીલક એવોર્ડ ભારત સરકાર, 1994 શ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર અને 1994 માં ભારત રત્ન પંડીત ગોવિંદ વલ્લભ પંત એવોર્ડ, ભારત-ચીન વચ્ચેનો પ્રાદેશિક વિવાદો ઘટયા  અને વ્યાપારીક સંબંધ મજબુત બન્યા. વડાપ્રધાન નરસિંહરાવે એકવાર બાજપાઇજીને ફોન કર્યો કે તમે સંસદમાં બજેટની ટીકા કરી અદભુત તેજાબી સ્પિચ આપી જેનાથી નાણામંત્રી ડો. મનમોહનસિંઘ રાજીનામુ આપવાનું વિચારે છે. માટે તેને તમે સમજાવો અને ત્યાર બાજપાઇજીજી ડો. મનમોહનસિંહને ખીધુ કે, મારી જે ટીકા છે.

તેમાં સાચુ હોય તો તમે ફેરફાર કરીને આગળ વધો, રાજીનામુ આપશો તો મને ગમશે નહી અને અદભુત રમુજીવૃતિ એના હદ્રયમાં હતી.કવિહ્રદયી વાજપેયીએ તમામ કૃતિઓમાં રાષ્ટ્ર માટેની આશા અને અરમાનોને નજરમાં રાખીને જ તેમની સંવેદનાન વયકત કરી છે. કયા ખોયા, કયા પાયા, નઇ દિશા, ઇકકીમસ કબિયાતાઓ, મેરી ઇકવાયન કબિતાએ સાહિત્ય જગતમાં અલ્લયદુ સ્થાન ધરાવે છે. તેમની કવિતાઓને ગઝલ ગાયક સ્વ. જગજીતસિંહ કંઠ આપી ને સંવેદન નામનુ આલબમ પણ બહાર પાડી ચૂકયા છે.

આવા પ્રખર વકતા તેવા આજીવન સમાજ સેવાના ભેખધારી માટે તેમના પ્રસંશક એવા નિવર્તમાન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ને પણ કહેવુ: પડું હતુ કે. આ યુવાનનું રાજકીટ ભવિષ્ય ઘણું ઉજળુ: છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.