ધંધામાં રોકાણ કરાવી મેલી વિધાની ધમકી આપી રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ’તી
ધંધામાં રોકાણ કરાવી મેલી વિદ્યા કરવાની ધમકી આપી રૂ.12 કરોડના કૌભાંડના ચક્ચારી કેસમા બ્યુટીપાર્લર સંચાલીકા સહીત બે મુખ્ય આરોપીઓને શરતોને આધીન જામીન મુક્ત કરવા કોર્ટે આદેશ કર્યો છે.
આ કેસની હકીકત ફરીયાદી મહેશભાઈ રણછોડભાઈ સખીયાએ મુનીરાબેન શબ્બીરભાઈ પાનવાલા, રીયાઝ રફીકભાઈ વિંછી, ધર્મેશભાઈ કિશોરચંદ્ર બારભાયા અને તપાસમાં ખેલે તેઓ વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવી હતી કે મુનીરા પાનવાલાએ રીયાઝ વિંછી અને ધર્મેશભાઈ બારભાયા સાથે મળી ફ2ીયાદી સાથે પરીચય કેળવી ધંધાના કામે પૈસાનુ રોકાણ કરવા જણાવી અને તેમા પ્રોફીટ થશે તેવો વિશ્વાસ અપાવી બાદ મુનીરા ઘ્વા2ા ફરીયાદી ધંધામા રોકાણ 52ત લેશે કે ભાગ છૂટો ક2શે તો પોતે તેના ઉ52 મેલી વિદ્યા કરશે અને જેના પરીણામે ફરીયાદીના પરીવારના સભ્યોના મોત થશે તેમ ડરાવી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ બેન્ક મારફત કુલ રૂા.10,85,14,976- પડાવી લઈ અને મીલકતો ખરીદ કરી રૂપીયાનો નિકાલ કરી ફરીયાદી સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
રીયાદના આધારે પોલીસ ધ્વા2ા મુનીરાબેન પાનવાલા, રીયાઝભાઈ વિંછીની અટક કરી જેલ હવાલે કર્યા હતા. બંને આરોપીએ જામીન મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની દલીલો અને 2જુ કરવામા આવેલ વિવિધ વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈને બંને આરોપીઓને સેશન્સ કોર્ટે શરતોને આધીન જામીન પર મુકત કરવા હુકમ ફ2માવ્યો છે.
આ કેસમાં બંને આરોપી વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારાજ, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉઘરેજા, તા2ક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.