ગુજરાતી થાળીમાં રોટલા સહિતની ભૂતકાળની વાનગીઓનું અનેરૂ મહત્વ
આજના ડીઝીટલ અને ઝડપી યુગમાં લોકો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માણી રહ્યા છે. ત્યારે તમે શું આ અંગ્રેજી યુગમાં ભૂતકાળમાં લેવાતા શિરામણ, બપોરુ અને વાળુ યાદ કરો છો?
તો ‘અબતક’ ના માઘ્યમથી આ અહેવાલમાં તમે શિરામણ, બપોરુ અને વાળુ વિશે અવનવી વાતો વિશે માહીતગાર થશો. અત્યારના સમયે અનેક પ્રકારની સુવિધાઓમાં તમે ભૂતકાળની ઘણી અસુવિધાઓને મિસ કરી રહ્યા છે. તો આ અહેવાલમાં ભોજનની અનેક વાનગીઓ અને ભૂતકાળના શિરામણ, બપોરુ અને વાળુ વિશે સૌરાષ્ટ્રના જાણીતા ડાયોટઅપન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગના વ્યાખ્યાનકાર ડો. રેખાબા જાડેજા પાસેથી અવનવી બાબતો જણાવી હતી.
પ્રશ્ર્ન:- શિરામણ અને બ્રેક ફાસ્ટ વચ્ચે શું અંતર છે?
જવાબ:- શિરામણની સફર બ્રેક ફાસ્ટ સુધી આવી છે. શિરામણ જીવનમાં ભરી મીસ કરી રહ્યા છીએ. સવારે પહેલા કોળિયા શિરામણમાં લેવામાં આવતા હતા. શિરામણમાં રાતનો વધેલો રોટલો, ગોળ, માખણ જેવી વસ્તુ હોય અથવા વાડીએ શિરામણમાં ડુંગળીનો દડો અને મરચા સાથે પણ માણવામાં આવતું હતું. રાતના ભોજનનો પણ શિરામણમાં સારો ઉપયોગ થતો. હાલના સમયમાં દિનચર્યામાં પણ બ્રેકફાસ્ટ અને શિરામણ ભૂલાતું દેખાઇ રહ્યું છે. સાયન્સમાં પણ શિરામણનું મહત્વ દર્શાવ્યું છે. સૂર્યની હાજરીમાં લીધેલો ખોરાક જલ્દી પચી શકે છે.
પ્રશ્ર્ન:- લોકો બ્રેકફાસ્ટમાં ખોરાક લે અને શિરામણમાં જે આરોગે તેમાંથી ઉપયોગી શું ?
જવાબ:- શિરામણમાં રોટલી અથવા બટેટા પૌવા, ઉપમા જેવી ઘરે બનતી વાનગીઓ ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારુ રહી શકે છે. જો અનુકુળતા ન હોય તો તમે બ્રેક જેવી વાનગીનો શિરામણમાં ઉપોગ કરી શકો છો. ગાઠીયા- જલેબી આપણી પરંપરા સાથે જોડાયેલા છે. તો તેને તમે અઠવાડીયામાં એકવાર આરોગી શકાય છે. પરંતુ તેમાં પાચન બાદના ખોરાક તત્વો ન મળતા હોવાથી રોજ ખોરાકમાં લેવુ હિતાવક નથી. દહિંને વહેલી સવારે ખોરાકમાં લેવાથી પાન શકિત અને બ્લડ પ્રેસર કંટ્રોલમાં રહે છે. પરંપરાથી જે મળ્યું છે તેના કોઇ કારણો ન હોય તો પણ વિશ્ર્વાસ કરવા જેવી બાબત હોય છે. શિરામણ પરંપરાગત હોવાથી ફોલવ થવું જોઇએ.
પ્રશ્ર્ન:- લોકો બપોરાને હવે લંચ તરીકે માણવા લાગ્યા છે?
જવાબ:- આ સ્થિતિમાં ન્યુટ્રીશીયન સાયન્સ માણવામાં આવે છે. તમે કંઇ માત્રા, કયા કોમ્બિનેશન અને કયારે ભોજન ગ્રહણ કરો છો તેની અસર શરીર પર થયા છે. બપોરાએ આપણું મુખ્ય ભોજન માનવામાં આવતુ, નવા વિજ્ઞાન પ્રમાણે પણ બે ભોજનમાં અનાજ, કઠોળ નો સમાવેશ હોય તો આઠ કલાકનું અંતર રાખવાનું માનવામાં આવે છે. બપોરામાં રોટલો મુખ્ય ભોજન માનવામાં આવે છે. બાજરા, જુવાર અને મકાઇનો ઉપયોગ રોટલા બનાવવામાં આવતો હતો. દાળ-શાક, સંભારો પણ આરોગવામાં આવતો ઘણીવાર લાપસી અને લાડવા પણ બપોરાનો ઉપયોગ કરતા જેથી થાળી બેલેન્સ રહેતી હતી. જેથી રોજના ભોજનમાં દાળનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. દાળ વહેલા પલાળીને બાફીને માણતા તેવું પણ દાદીમાં પોતાની વાતમાં કહેતા હતા. આ સાથે તીખાસમાં લસણ, મરચાની ચટણી પણ માણતા હતા. કુદરતી સ્વાદ માણવાની પણ માણતા હતા. કુદરતી સ્વાદ માણવાની પણ મજા આવતી હતી. જેના કારણે બપોરાનો અનેરો સ્વાદ માણતા હતા. આ પરંપરાઓ જળવાવી જોઇએ.
પ્રશ્ર્ન:- સુર્યાસ્ત બાદ તરત જ વાળુ લેવાતું હાલ ડીનર લેવામાં આવે છે તેમના વચ્ચે પોષ્ટ્રીકતાની દ્રષ્ટીએ કેવો તફાવત છે.
જવાબ:- પોષ્ટીકતાની દ્રષ્ટિએ ખુબ મોટો તફાવત છે. રાતનું જમણવાર હલકુ અને વહેલા લેવામાં આવતું હતું. ખીચડી મગની દાળ અને ચોખાનું કોમ્બિનેશન છે જેથી તે બેસ્ટ ન્યુટ્રિશ્યન આપે છે. વાળુમાં રાતની ઉંઘમાં પણ સુધારો જોવા મળે છે. હાલના યુવાનોને જે ભોજન ભાવે છે જેમાં સ્વાદને નજર અંદાજ કરવામ)ં આવતો નથી. પરંતુ દરેક ભોજન એક સરખા સ્વાદનો ન લેવો જોઇએ બ્રેડ અને પીઝા છે તેને પચવામાં વાર લાગે છે. જેના કારણે શરીરની એનર્જી વધુ લાગે છે જેથી તેને મર્યાદિત માત્રામાં ભોજનમાં ગ્રહણ કરવા જોઇએ. જેના પર હાલ વિજ્ઞાન દ્વારા પણ અનેક સંશોધનો કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટ અને મસાલાને એટલું મહત્વ આપવામાં આવ્યું છે. કે જાણે જીભ બળી ગઇ છે ઘરના ભોજનમાં સ્વાદ સાથે સુગંધ પણ અનેરો લાગે છે.
પ્રશ્ર્ન:- આજથી ત્રણ દાયકા પહેલા ગુજરાતીઓની થાળીમાં મૂળભૂત વાનગી કઇ કઇ હતી?
જવાબ:- ગુજરાતીમાં કોઇપણ થાળીમાં રોટલા મુખ્ય રહેતા હતા. પરંતુ હાલ મઘ્યમ વર્ગના ઘરમાં અઠવાડીયામાં એક બે વાર બનાવવામાં આવે છે. જયારે પુરી પણ મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવતું હતું. ભોજન સાથે જે સંભારો રહેતો તે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી રહે છે. દુધપાક અને ખીરમાં સાકળ હોય તેનાથી પણ ફાયદો રહે છે. મોટા ભાગની મિઠાઇમાં સાકર દળીને નાખવાથી પણ ફાયદો રહેતો હતો. આ સાથે મીઠાઇમાં પણ પુરણપોળીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તમામ મીઠાઇમાં ગોળ અને સાંકળનો ઉપયોગ થતો તે શરીર માટે પણ ફાયદાકારક રહેતું હતું. અથાણા પણ ભોજનનો અહમ ભાગ રહેતો હતોય રોટલા, દુધની વાનગી, મીઠાઇ, અથાણા અને ચટણી ગુજરાતી થાળી અને પતરાળામાં પણ ભોજન પીરસવામાં આવતું હતું. વિજ્ઞાનમાં પણ કહેવાય છે કે ખોરાકને લાંબી પ્રોસેસ કરો તો ખોરાક તત્વો મરી જાય છે. પહેલાના સમયમાં રસોઇ કરતી વેળાએ પણ વાતાવરણનું પણ ઘ્યાન રાખવામાં આવતું હતું.