રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે ભારતમાં 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
ખેડૂત દિવસ ભારતના 5માં વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ હાપુડમાં થયો હતો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના જીવનને સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા અને ઘણા કૃષિ બિલ પસાર થયા. ખેડૂતો માટેના તેમના અનુપમ યોગદાન માટે, વર્ષ 2001 થી 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
CMO ગુજરાત દ્વારા પણ ટ્વિટ કરીને કહેવાયું “અન્નદાતાની સમૃદ્ધિ તથા કૃષિ ક્ષેત્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર.”
અન્નદાતાની સમૃદ્ધિ તથા કૃષિ ક્ષેત્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર.#KisanDiwas pic.twitter.com/eGwonVxWwQ
— CMO Gujarat (@CMOGuj) December 23, 2021
ખેડૂતો એ સમાજની કરોડરજ્જુ છે. ખેડૂતો આખું વર્ષ કામ કરે છે જેથી કોઈ ભૂખ્યું ન રહે. તેથી, સમાજમાં ખેડૂતોની જાગૃતિ અને યોગદાનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.
ચૌધરી ચરણ સિંહે એકવાર કહ્યું હતું કે, સાચું ભારત તેના ગામડાઓમાં વસે છે.
જુલાઈ 1979 થી જાન્યુઆરી 1980 સુધી ભારતના વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ચૌધરી ચરણ સિંહે દેશના ખેડૂતોના જીવન અને પરિસ્થિતિઓને સુધારવા માટેની નીતિઓ પર એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. તેમણે ખેડૂતોના સુધારાના બિલો રજૂ કરીને દેશના કૃષિ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. દેશમાં ખેડૂતોના મહત્વ અને દેશના એકંદર આર્થિક અને સામાજિક વિકાસ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને દેશમાં તેમના યોગદાનની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય ખેડૂત દિવસ પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ખેડૂતો માટે ઘણા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. જેમાં કૃષિ અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને ખેતીની નવી પદ્ધતિઓ જણાવે છે.
On #NationalFarmersDay, let’s salute and appreciate the dedication and hard work of our #farmers. #AmritMahotsav pic.twitter.com/pODhAGo2r8
— Ministry of Culture (@MinOfCultureGoI) December 23, 2021