ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતિન ગડકરીએ રજુ કર્યો પ્લાન

ઇ-વ્હીકલને દેશના રાજમાર્ગો પર દોડાવવા સરકાર સજજ બની છે. કેન્દ્રીય ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતિન ગડકરીએ પ્લાન રજુ કર્યો છે. આ સિવાય તેઓ જોઇ રહ્યા છે કે – આ દિશામાં ઝડપી તારાથી વધુ શું કરી શકાય તેમ છે.

વૈશ્ર્વિક અને ભારતીય કંપનીઓએ ઇલેકટ્રીક વાહન માટે ઉત્પાદન સુવિધાઓ અને મહત્વાકાંક્ષી પ્રોજેકટ સમયમર્યાદામાં ઇન્ફાસ્ટ્રકચર ખડુ કરવા માટે એલાન કર્યુ છે. તેઓ પોલીસી પર કામ કરી રહ્યા છે. જમીન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટમાં ઉપયોગી બનશે.

સરકાર અનેક વિકલ્પો શોધી રહી છે. ઇન્ટરનેશનલ કાર મેન્યુફેકચરીંગ કંપનીઓને ખુલ્લા પડકારનો ઇલેકટ્રીક વ્હીકલ પોલીસીમાં ઉલ્લેખ કરવામાં આવે તેવી શકયતા છે. જે આ મહિનાના અંતમાં ઇન્ટર મીનીસ્ટર પરામર્શ માટે જશે. સરકારે પહેલાથી જ ૧૦,૦૦૦ ઇ-વાહનો માટે ટેન્ડર મંજુર કર્યા છે. જે વધુ બેટરી વાળી ઓટો રીક્ષા, બસ ખરીદવાનો લક્ષ્ય ધરાવે છે. માટે ઓઇલ પર નિર્ભરતા ઓછી થાય. દેશમા આયોગ ઇલકેટ્રીક વાહનો પરની પ્રથમ નીતીનો મુદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા માટે છે આ નીતિ ૨૦૩૦ સુધીમાં તમામ ઇલેકટ્રીક કાફલાનું પરિવહન કરવાના ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા મદદરૂપ થશે. એપ્રિલમાં સરકારે અહેવાલ આપ્યો હતો કે સરકાર પરવડે તેવી બેટરીના પ્લાંટની વ્યુહરચના સાથે મર્યાદીત ટેકસની શકયતા જોઇ રહ્યા છે. દેશમાં ખર્ચ અને પ્રદૂષણ ઘટાડવા માટે બેટરીથી વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે. કાર કંપનીઓ, બેટરી નિર્માતાઓ, જાહેર ક્ષેત્રના સાહસો, મુળ સાધનો ઉત્૫ાદકો અને ઉર્જા કંપનીઓ સહીતની ભારતની કંપનીઓએ સરકાર તરફથી ઔપચારિક નીતી અને પ્રોત્સાહનોની રાહ જોયા બાદ નિર્ણય લેવાની ઇચ્છા જાહેર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.