વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીનું જોર ઘટશે: આવતા સપ્તાહથી ફરી કોલ્ડવેવની સંભાવના
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર ધટયું છે. જમ્મુ-કાશ્મીરમાં પડેલી બફર વર્ષાના કારણે ગત સપ્તાહે હાજા ગગડાવતી ઠંડી પડયા બાદ હવે પારો ઉંચકાયા લાગ્યો છે. આગામી એક સપ્તાહ સુધી હજી ઠંડીમાં સતત ઘટાડો નોંઘશે. હાલ સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થઇ ગયા બાદ આવતા સપ્તાહથી ફરી રાજયમાં ઠંડીનું જોશ વધશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનું સાર આજથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનું જોર ધટશે આગામી દિવસોમાં મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો ર થી 4 ડિગ્રી સેલ્સીયસ સુધી ઉચકાશે રાજકોટનું લધુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેશે. હાલ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સજાર્યુ છે. જેની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટયું છે. દરમિયાન આગામી 31મી ડિસેમ્બર સુધી કોલ્ડવેવની સંભાવના ખુબ જ નહિવત છે. નવા વર્ષ અર્થાત 1 જાન્યુઆરી પછી ઠંડીનો નવો રાઉન્ડ આવે તેવી શકયતા હાલ જણાય રહી છે.
આજે જુનાગઢનું લધુતમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. જુનાગઢ આજે પણ 9.6 ડીગ્રી સેલ્સીયસ સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાળુ હતું. શહેરનું મેકિસમમ તાપમાન 15.4 ડીગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની સરેરાશ ઝડપ ર કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. રાજકોટનું લધુતમ તાપમાન આજે આજે 12.3 ડિગ્રી સેલ્સીયસ રહયા પામ્યું હતું. સવારે 8.30 કલાકે તાપમાનનો પારે 14 ડીગ્રીએ પહોંચી ગયો હતો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા અને પવનની સરેરાશ ઝડપ પ કી.મી. પ્રતિ કલાક રહ્યા પામી હતી. જામનગરનું લધુતમ તાપમાન 11 ડીગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા પવનની ઝડપ ર.2 કી.મી. નોંધાઇ હતી. સુરેન્દ્રનગરનું લધુતમ તાપમાન 11.5 ડીગ્રી નોંધાયું હતું. આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોનું તાપમાનનો પારો ઉંચકાયો હતો. આગામી દિવસોમાં પારો હજી ર થી 4 ડીગ્રી સુધી ઉચકાશે 31મી ડિસેમ્બર સુધી લધુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહેશે. ત્યારબાદ ઠંડીનો નવો રાઉન્ડ આવશે.