અડાજણ પાટીયા પાસે ડાયવર્ઝન તરફ જવા ઇશારો કરાતા બાઇક સવાર યુવાને ઝઘડો કર્યોઃ પોલીસે ક્રોસ વેરીફિકેશન કરતા યુવકે કબૂલાત કરી.

અડાજણ પાટીયા સ્થિત ધબકાર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ સાથે CRPF (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ) નો આઇકાર્ડ બતાવી માથાકૂટ કરવા ઉપરાંત સી.પી. સાહેબને કોલ કરવાની ધમકી આપનાર ટેમ્પો ડ્રાઇવરની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સીઆરપીમાં નોકરી કરતા કૌટુબિક બનેવીનો આઇકાર્ડની કલર ઝેરોક્ષ હોવાની કબૂલાત કરી છે.

સુરત શહેર ટ્રાફિક શાખાના હેડ કોન્સટેબલ કેતન સોલંકી ગત સાંજે સ્ટાફ સાથે અડાજણ પાટીયા સ્થિત ધબકાર સર્કલ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. જિલ્લાની બ્રિજ તરફથી આવી રહેલા વાહનોને અડાજણ એસ.ટી. ડેપો તરફ ડાયવર્ઝન હોવાથી બાઇક નં. જીજે-5 એચવી-2236 ને પણ તે તરફ જવા ઇશારો કર્યો હતો.

પરંતુ બાઇક ચાલકે TRB શિવમ બ્રિજ મોહન અને દિપક શંકરભાઇને તું મને ઓળખે છે, હું CRPFમાં છું એમ કહી આઇકાર્ડ બતાવ્યો હતો. જેથી હેડ કોન્સટેબલ કેતને બાઇક સાઇડ પર લેવાનું કહેતા બાઇક ચાલકે બુમાબુમ કરી આઇકાર્ડ પરત આપો નહીં તો હું સી.પી. સાહેબને ફોન કરૂ છું એમ કહી માથાકૂટ કરી ચાલ્યો ગયો હતો.

પોલીસે આઇકાર્ડ ચેક કરતા તેમાં ઓડ પલ્કેશકુમાર નામ હતું.

જો કે બાઇક ચાલક પરત આવતા CRPF છે કે નહીં તેની ખાત્રી માટે આધારકાર્ડ માંગતા પુનઃ માથાકૂટ કરી હતી. જેથી TRBએ પોલીસને જાણ કરતા દોડી આવેલી રાંદેર પોલીસે યુવાનની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સુનીલ કાંતી ઓડ અને પોતે ટેમ્પો ચાલક તથા આઇકાર્ડ કૌટુંબીક બનેવી કે જેઓ CRPFમાં નોકરી કરે છે તે ઓડ પલ્કેશકુમારનું અને કલર ઝેરોક્ષ કરાવી હોવાની કબૂલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.