આર્થિક જરૂરીયાત સંતોષી ન શકતા જુગારની લતે ચડેલા યુવકે ઝેર પી જીવન ટૂંકાવ્યુ
અબતક,રાજકોટ
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાની શિક્ષક કોલોનીમાં રહેતા ગરાસીયા યુવકે પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી દવા પી આપઘાત કરી લેતા મૃતકના ભાઈની ફરિયાદ પરથી તમામ સામે મરવા મજબૂત કરવાની કલમ હેઠળ ગુનોનોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામે રહેતા કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ નામના યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે મૃતકના ભાઈ વિજેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડની ફરિયાદ પરથી મૃતક કુલદીપસિંહના પત્ની મિરાબા મૂળ ધોરાજીના ભાડેર ગામના અને હાલ રાજકોટ શાસ્ત્રીનગરમાં રહેતા સસરા કૃષ્ણસિંહ રાજમલસિંહ વાઘેલા, સાસુ હંસાબા અને સાળા ઉપેન્દ્રસિંહ વાઘષલાના ત્રાસથી આ પગલુ ભર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસે તમામ સામે આપઘાતની ફરજ પાડયાનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં દહેજ અને પૈસાની માંગણીકરી તો પત્ની મીરાબા જેલમાં જવાની ધમકી આપતા અને પત્ની તથા સાસરીયાને પૈસા આપતો હતો પરંતુ એક વખત પૈસા આપી ન શકતા પત્ની પિયર રિસામણે ચાલી ગઈ હતી. સસરા સહિત સાસરીયા માનસીક ટોર્ચર કરતા હતા અને આર્થિક જરૂરીયાત માટે જુગારની લતે ચડી ગયા હતા. આથીકંટાળી જઈ આ પગલુ ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.