ઉદ્યોગકારો-રોકાણકારોને યોગ્ય મદદ કરવાની ખાતરી આપતા મુખ્યમંત્રી
અબતક,રાજકોટ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતા સાથે આગામી જાન્યુઆરી-ર0રરમાં આ સમિટની 10મી એડીશન યોજાવા જઇ રહી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની વૈશ્વિક ગાથાને વધુ તેજ ગતિએ આ સમિટ આગળ ધપાવશે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શૃંખલાના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં આ સોમવારે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ 37 ખઘઞ જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે સંપન્ન કર્યા છે.
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે વાયબ્રન્ટ સમિટ પૂર્વાધ રૂપે દર સપ્તાહના પ્રથમ દિવસે વિવિધ ક્ષેત્રોમાં સુચિત રોકાણો માટેના ખઘઞ કરવાની શરૂ કરેલી પરંપરામાં અત્યાર સુધીમાં ચાર કડીમાં 80 જેટલા ખઘઞ થયા છે. ખઘઞ સાઇનીંગની ચોથી કડી આ સોમવારે સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે.
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સોમવારે જે 37 ખઘઞ થયા છે તેમાં કેમિકલ્સ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, ફાર્મા ઇન્ટરમિડીયેટ, ઇ-વેસ્ટ રિસાયકલીંગ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ તથા એપરલ પાર્ક ડેવલપમેન્ટ, એમ.એસ પાઇપના ઉત્પાદન તથા એગ્રોકેમિકલ્સ, ઇ.વી ચાર્જિંગ નેટવર્ક, ટોયઝ પાર્ક, આઇ.ટી. પાર્ક વગેરે ક્ષેત્રોમાં સુચિત રોકાણોના ખઘઞનો સમાવેશ થાય છે. ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત એજ્યુકેશન સેક્ટર માટે પણ પાંચ જેટલા સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા હતા. આવા સ્ટ્રેટેજિક ખઘઞમાં ટેક્નીકલ એજ્યુકેશન ક્ષેત્રે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, વેટરનરી કોલેજ માટેના, વ્યસનમુક્તિ અને માનવ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ, ચિલ્ડ્રન યુનિવર્સિટી એજ્યુકેશન ખાતે ટોય હબ માટે ટેક્નિકલ સપોર્ટના ખઘઞ થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખઘઞ કરનારા સૌ ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ અને વેપાર-ઉદ્યોગ વ્યવસાય વિકસાવવાની વૈશ્વિક તક મળશે તેમ આ અવસરે જણાવ્યું હતું. તેમણે આ સુચિત રોકાણો અંતર્ગતના જે સેક્ટરમાં ખઘઞ થયા છે તે સમયસર કાર્યરત થાય તે માટે જરૂરી મદદ સહયોગ રાજ્ય સરકાર પૂરાં પાડવા તત્પર છે તેમ પણ ઉમેર્યુ હતું. આ ખઘઞ એક્સચેન્જ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને ખઘઞ કરનારા ઉદ્યોગ ગૃહોના સંચાલકો, પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.