તમામ 11 તાલુકા મથકો ઉપર 928 જેટલા સ્ટાફ દ્વારા 212 ટેબલ ઉપર થતી મતગણતરી, 724 જેટલો પોલીસ સ્ટાફ પણ ખડેપગે
રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોનું ગત રવિવારના રોજ મતદાન થયા બાદ આજ રોજ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં સવારથી જ તંત્ર દ્વારા ક્રમશ: એક પછી એક ગામના વિજેતા સરપંચોના નામ સાથે પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. બપોર સુધીના અડધા જેટલી ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થઈ ગયા છે. હજુ સંપૂર્ણ મતગણતરી થતા રાત પડી જશે તેવું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લાની 1413 ગ્રામ પંચાયતોમાં ગત રવિવારના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારબાદ આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લાના 11 તાલુકા મથકે 928 સ્ટાફ દ્વારા 212 ટેબલ ઉપર મતગણતરી સવારથી શરૂ કરવામાં આવી છે. આ સાથે 724 જેટલા પોલીસ સ્ટાફને પણ બંદોબસ્તમાં રાખવાંમાં આવ્યો છે. આ વેળાએ 104 જેટલા આરોગ્ય સ્ટાફને તેમજ 234 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ અને 143 ચૂંટણી અધિકારી તથા 143 મદદનીશ ચૂંટણી અધિકારીને ફરજમાં રાખવામાં આવ્યા છે.
દરેક તાલુકા મથકે હાલ પુરજોશમાં મતગણતરીની કામગીરી ચાલી રહી છે. સવારથી જ ક્રમશ: એક પછી એક ગામનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. બપોર સુધીમાં અંદાજે અડધી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ગયા છે. મતગણતરીની કામગીરી રાત સુધી ચાલે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ
- રામનગર – જયેશભાઇ ગોવિંદભાઇ બોધરા
- બેડી (વા) – મહેશભાઇ રમેશભાઇ ચંદ્રાલા
- મધરવાડા – હેતલબેન મહેશભાઇ ટોપીયા
- ચિત્રાવાવ – લાભુબેન વાઘજીભાઇ મેવાસીયા
- ઢાંઢણી – જીણીબેન છગનભાઇ મેર
- સુર્યા રામપરા – તેજુબેન જેસીંગભાઇ કુમરખાણીયા
- ધમલપર – વસંતબેન ચતુરભાઇ ધોળકીયા
- ભુપગઢ – લીલાબેન લખમણભાઇ રાઠોડ
- સોખડા – વીજયભાઇ વશરામભાઇ રાઠોડ
- લોધીડા – હંસાબેન જગાભાઇ ઝાપડીયા
- ખારચીયા – રાજુબેન ગોવિંદભાઇ મકવાણા
- બાડપર – શોભનાબેન નિર્મળભાઇ બકુત્રા
- અમરગઢ – હિરલબેન મયુરભાઇ સિંધવ
- ચાંચડીયા – શારદાબેન બાબુભાઇ કુમરખાણીયા
- હોડથલી – રાધાબેન અમરાભાઇ બોરીચા
- સાતડા – વાલાભાઇ પુંજાભાઇ ઝાડા
- મેસવડા ગીતાબેન વિઠ્ઠલભાઇ જાદવ
- સાયપર – મુકેશભાઇ વશરામભાઇ આશોદરીયા
- મનહરપુર-રોણકી – દિવ્યાબેન પ્રભાતભાઇ હુંબલ
- કાગદડી – પ્રદીપભાઇ પીતામ્બરભાઇ ચાવડા
- ફાડદંગ- કાજલબેન ગીરીશભાઇ કાંથેરીયા
- કણકોટ – મનીષાબેન હસમુખભાઇ વેકરીયા
- ગોલીડા – વસંતબેન રમેશભાઇ સોજીત્રા
- મકનપર – જયદીપભાઇ ધીરુભાઇ કુવાડીયા
- પીપળીયા – કાનજીભાઇ મગનભાઇ ચારોલા
- ગારીડા – દુધીબેન ભવાનભાઇ ધાડવી
જસદણ
- આધીયા – ભાવનાબેન દિનેશભાઇ સુરેલા
- વેરાવળ (સા) – રમેશભાઇ લાધાભાઇ વાઘેલા
- ગુંદાળા (જામ) – જીવણીબેન રામજીભાઇ જાપડા
- ગોખલાણા – મહેશ્રીબેન અશોકભાઇ ગીડા
- રામળીયા – મુનાભાઇ ખીમાભાઇ સીતાપરા
- ખારચીયા (જામ) – દક્ષાબેન મગનભાઇ ચોવટીયા
- પોલારપર – ભોળાભાઇ સુખાભાઇ ખસીયા
- પારેવાળા – પ્રદિપભાઇ વિનુભાઇ રામાવત
- માધવપુર – વસનબેન ધનજીભાઇ કાગડીયા
વિંછીયા
- બેલડા – વસંતબેન નાનજીભાઇ બારૈયા
- ખારસીયા – પ્રતાપભાઇ વસ્તુભાઇ ખાચર
- દંડલી – શાંતુબેન છગનભાઇ હાડા
- વેરાવળ – પ્રકાશભાઇ જયંતિભાઇ ગોહેલ
- ખડકાણા – હંસાબેન મગનભાઇ ઝાપડીયા
- કોટડા – પ્રવિણભાઇ જીણાભાઇ ઓળકીયા
- વનાળા – મોતીબેન માણસુરભાઇ ગોહિલ
ધોરાજી
- ઉદકીયા – મામદ સતાર સાયરા
- નાગલખડા – અશરફ અલીભાઇ સમા
- વેગડી – રમેશભાઇ મંગાભાઇ ગોહેલ
- નાનીવાવડી – જયાબેન રાજેશભાઇ પીઠીયા
- ભોળા – કમલાબેન વિનયચંદ્ર બોરીચા
- કલાણા – અસ્મિતાબેન અશ્ર્વિનભાઇ શેરઠીયા
- ભાદાજાળીયા – સોનલબેન ધર્મેન્દ્રભાઇ પાઘડાર
- ભાડેર – જયોત્સનાબેન જમનાદાસ રાબડીયા
- ભુખી – જીજ્ઞાબેન પરેશભાઇ બેરા
- પીપળીયા – રાજેશકુમાર ત્રિકમભાઇ કોટડીયા
- ભોલગામડા – ભાવનાબેન ભુપતભાઇ ડઢાણીયા
જામકંડોરણા
- ધોરડી-મીનાબા અશોકસિંહ જાડેજા
- હરીયાણા- નરેન્દ્રભાઈ બોઘાભાઈ સાવલીયા
- ભાદરામોટા- અશ્ર્વિનભાઈ વિઠ્ઠલભાઈ અંટાળા
- ઉજળા-કાંતાબેન મોહનભાઈ ત્રાડા
- પીપળીયા એજન્સી- ભરતસિંહહ બાલુભા સોલંકી
- ચિત્રાવડ પાટી- જયેન્દ્રસિંહ કાનુભા ચુડાસમા
- તરવડા- જયોતિબેન જિતેન્દ્રકુમાર કથીરીયા
- ઈશ્ર્વરીયા- ભરતભાઈ ખીમજીભાઈ રૂપારેલીયા
- સનાળા- પ્રવિણભાઈ ગોવાભાઈ શેખવા
- દાદરજામ- ઉમેશભાઈ હરીભાઈ બાબરીયા
- રોધેલ- મનિષાબેન પ્રવિણભાઈ રાદડીયા
- બંધીયા- મંજુલાબેન બાબુલાલ રામાવત
- સાતોદડ- કૃષ્ણાબા અનિરૂધ્ધસિંહ જાડેજા
- બરડીયા-નીતાબેન ગીરીશભાઈ ભૂત
- રાજપરા- હેમલતાબેન વિજયભાઈ સાવલીયા
- ધોળીધાર- રંજનબેન જયંતીભાઈ ચાવડા
- ચાવંડી-જયોતિષ ઉકાભાઈ ટાંક
- જશાપર- રાજેશકુમાર બચુભાઈ ત્રાડા
- સોડવદર- મહેશભાઈ મનસુખભાઈ ભાલોડીયા
- ગુંદાસરી- પ્રભાબેન નીકુંજભાઈ સોજીત્રા
- સાજડીયાળી-વર્ષાબેન કલ્પેશભાઈ રાણપરીયા