રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. જુનાગઢ આજે 9.6 ડીગ્રી સેલ્સીયસ સાથે ઠુંઠવાઇ ગયું હતું. રાજકોટમા: આજે લધુતમ સામાન્ય ઉછાળો નોંધાયો હતો. ઠંડાગાર પવનોના કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. આવતી કાલથી ઠંડીનું જોર ઘટશે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
આજે રાજકોટનું લધુમત તાપમાન 11.3 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અને પવનની સરેરાશ ઝડપ 6 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઇકાલની સરખામણીએ આજે તાપમાનનો પારો પોણો ડિગ્રી સુધી ઉચકાયો હતો. જુનાગઢનું લધુતમ તાપમાન આજે 9.6 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ3 ટકા અને પવનની સરેરાશ ઝડપી 2.1 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.
જામનગરમાં આજે લધુતમ તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની સરેરાશ ઝડપ 3.3 કી.મી. પ્રતિ કલાક રહયા પામી હતી. જયારે સુરેન્દ્રનગરનું લધુતમ તાપમાન 10.8 ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. આવતીકાલથી સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં ઠંડીનું જોર ઘટશે.