ફેર મત ગણતરીની સત્તાના હોવા છતાં અરજી મંજુર કર્યાનો દિવ્યેશ મહેતાનો આક્ષેપ: બે મતે હારેલા ઉમેદવાર 14 મતે વિજેતા જાહેર થતા અને રી કાઉન્ટીંગમાં 10 મતનો તફાવતથી પ્રતિસ્પર્ધી દ્વારા પરિણામ મોકુફ રાખવા માંગ
સમગ્ર સૌરાષ્ટ્રના વકીલોની જેના ઉપર નજર હતી એવા રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી ચુંટણી જંગમાં ભાજપ લીગલ સેલના બે જુથ વચ્ચે આમને સામને ખેલાય જેમાં સમરસ પેનલના જોઇન્ટ સેક્રેટરી પદના હારેલા ઉમેદવાર ફેર મતદાનમાં 14 મને વિજય થતા જીનીયસ પેનલના પ્રતિસ્પર્ધી દ્વારા ચુંટણી અધિકારીને અરજી કરી ફેર મતદાનનું પરિણામ મોકુફ રાખવા અને ચુંટણી લક્ષી તમામ સાહિત્ય અને મતદાન પેટી સેઇફ કસ્ટડીમાં રાખવાની માંગ કરતા આગામી સમયમાં કાનુની જંગ જામવાની શકયતાઓ સેવાય રહી છે.
બાર એસો. ની ચુંટણીમાં જોઇન્ટ સેક્રેટરી પદ.ે દિવ્યેશ આર મહેતાએ ઉમેદવારી કરેલી અને મને બે મતે વિજેતા જાહેર કરેલ ત્યારબાદ મારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર ધર્મેશ સખીયાએ વાંઘ અરજી આપી ફેર મતગણતરી કરવા માંગણી કરતા તેમની સદરહું અરજી નામંજુર કરેલ. ત્યારબાદ તા. 18 ના રોજ તેમણે રીવ્યુ અરજી કરેલી જેની સામો અમોએ વાંધો રજુ કરેલી અને રીવ્યુના કોઇ પાવર કે ચુંટણીની તકરાર સંદર્ભે આપને કોઇ નિર્ણય લેવાની કોઇ સત્તા ન હોવા છતાં આપે રીવ્યુ અરજી મંજુર કરીને ફેર મત ગણતરી કરેલી છે. અને 14 મતે પ્રતિસ્પર્ધીને વિજેતા જાહેર કરેલ છે. જેથી આ ચુંટણી સંદર્ભ તથા રીવ્યુ સંબધે હું આગળની કાર્યવાહી કરવા માંગતો હોય જેથી પ્રથમ રીઝલ્ટ જાહેર કરેલું છે
અમોના 909 મત હતા અને પ્રતિસ્પધી ઉમેદવાર ધર્મેશ સખીયાના 907 મત હતા. અમોને ચુંટણી પંચે વિધીવત રીતે મને વિજેતા જાહેર કરેલ અને પ્રતિસ્પર્ધીએ આ પરિણામ સ્વીકારી પોતાની સહી કરી છે.ત્યારબાદ આજરોત તા. 18 ના ફરીયાદ ર.કાઉન્ટીંગની પ્રતિસ્પર્ધીએ માંગણી કરેલી અને ઉપર જણાવ્યા મુજબ હકક, અધિકાર ન હોવા છતાં અરજી મંજુર કરવામાં આવેલી અને ફરી વખત રીકાઉન્ટીંગ કરતા અમોને 906 મત મળેલા છે. અને પ્રતિસ્પર્ધી ધર્મેશ સખીયાને 920 મત મળેલ છે. જે બન્નેનો કુલ જોતા 1826 થાય છે.
આગળનો કુલ 1816 થાય છે. જે જોતા વધારાના મત કેવી રીતે આવ્યા તે શંકા ઉદભવે છે. સીસી ટીવી કેમેરા ચેક કરવા, સહી ચેક કરવી, ટોટલ ચેક કરવા આ જે મતોનો તફાવત આવે છે જે જોતા કોઇ ગેરરીતી થયેલી છે. તેથી આ બાબતે આ પોસ્ટ ઉપર જેટલું વોટીંગ થયેલું છે. કોરા બેલેટ પેપર વિશે તમામ હીકકત શંકાસ્પદ હોય તે બાબતની કાર્યવાહી કરવા માંગતા હોય તેથી હાલના તબકકે રીકાઉન્ટીંગ રીઝલન્ટનછ અમલવારી મોકુફ રાખવા વિનંતી છે. તેમજ ચુંટણી લક્ષી તમામ સાહિત્ય મતદાન પેટી તમામ વસ્તુઓ સેઇફ કસ્ટડીમાં રાખવા વિનંતી એડવોકેટ દિવ્યેશ મહેતાએ ચુંટણી અધિકારીને અરજી કરી છે.