ભુજનું લધુતમ તાપમાન 10.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 11 ડિગ્રી, જુનાગઢનું 11 ડિગ્રી, અમરેલીનું 12.4 ડિગ્રી અને ભાવનગરનું તાપમાન 12.1 ડિગ્રી નોંધાયું: બુધવારથી ઠંડીનું જોર ઘટશે
જમ્મુ-કાશ્મીર સહિત દેશના પહાડી રાજયોમાં થયેલી હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આગામી બુધવારથી ઠંડીનું જોર ઘટશે આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ કાતીલ ઠંડીમાં ઠુંઠવાયુ હતું. નલીયાનું તાપમાન 7.1 ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટમા: ગઇકાલની સરખામણીએ આજે પારો અડધો ડિગ્રી પટકાયો હતો. શહેરનું લધુતમ તાપમાન આજે 10.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ ઠંડીનું જોર જોવા મળશે બુધવારથી તાપમાનનો પારો ઉંચકાશે ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર તળે ઉત્તર ભારતના પહાડી રાજયોમાં નવેસરથી હિમ વર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે આજે કચ્છનું નલીયા 7.1 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતું. ડિસાનું લધુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટ 8.2 ડિગ્રી નોંધાયું હતું.
આ ઉપરાંત રાજકોટનું લધુતમ તાપમાન 10.6 ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પર ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિકારક રહ્યા પામી હતી. ભુજનું તાપમાન 10.4 ડિગ્રી, જુનાગઢનું લધુતમ તાપમાન 11 ડિગ્રી, અમરેલીનું તાપમાન 12.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 12.1 ડિગ્રી, કેશોદનું તાપમાન 13.7 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 11 ડીગ્રી, કેશોદનું તાપમાન 13.7 ડિગ્રી, જામનગરનું તાપમાન 12.5 ડિગ્રી અને વેરાવળનું લધુતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
આવતીકાલે પણ ઠંડીનું જોર યથાવત રહેશે દરમિયાન બુધવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીના જોરમાં થોડો ઘટાડો નોંધાશે. જમ્મુ-કાશ્મીર સહીત ઉત્તર ભારતના પહાડી રાજયોમાં નવેસરથી હિમવર્ષા થવા બાદ રાજયમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે નલીયાનું તાપમાન શનિવારે 2.5 ડિગ્રી નોંધાયા બાદ આજે તાપમાનનો પારો 7.1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. નલીયા વાસીઓને કાતીલ ઠંડીથી થોડી રાહત મળી છે દરમિયાન ગઇકાલની સરખામણીએ આજે રાજકોટમાં તાપમાનનો પારો અડધો ડિગ્રી સુધી નીચો પટકાયો હતો રાજકોટવાસીઓ આજે પણ કાતીલ ઠંડીમાં થર થર ધુજાયા હતા.