બોલિવુડની જાજરમાન અભિનેત્રી શ્રીદેવી વિશે દરેક લોકો જાણે છે. પરંતુ હાલમાં તેની દિકરી જહાનવી કપુરની ડેબ્યુ કરવાના સમાચારે ખૂબ જોર પકડ્યુ છે. જહાનવી કંઇ ફિલ્મથી ડેબ્યુ કરશે અને પોતાના કેરિયરની શરુઆત કરશે. તે હજી નક્કી થયુ નથી. જહાનવીના પિતા બોની કપુરે જહાનવીના ડેબ્યુ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
હેમામાલિની દ્વારા આયોજીત એક શોમાં બોની કપુરને મિડિયાએ જ્યારે તેમની દિકરીના ડેબ્યુ વિશે સવાલ પુછ્યો ત્યારે તેમણે કહ્યુ હતું કે એક પિતા તરીકે હુ તેને આર્શીવાદ આપુ છુ. મને પૂરો વિશ્ર્વાસ છે કે તે તેની માતાની જેમ ઘણી સફળતા મેળવશે. તે ઘણી મહેનતુ છે. જ્યારે પોતાની છેલ્લી ફિલ્મી મોમની સફળતા વિશે વાત કરતા તેમણે કહ્યુ હતું કે તે એક સફળ ફિલ્મ કરતા એક સંતોષજનક ફિલ્મ વધારે હતી. બોની કપુરે એમ પણ કહ્યુ હતું કે મને આશા છે કે તે તમામની આશાઓ પર ખરી ઉતરશે. અને સમય આવ્યે દરેક લોકો તેને જાણી જશે. તે કહે છે કે ફિલ્મકાર જ્યારે એક સારી ફિલ્મ બનાવવા માટે પ્રયત્ન કરે છે. અને જો તેને સફળતા મળે તો દેખીતી વાત છે કે તે સારુ જ અનુભવે છે. મોમ થકી અમે એક નવા નિર્દેશક અને કેટલાક લેખકોને લોન્ચ કર્યા હતા.
જાણવા મળ્યુ છે કે બોલીવુડમાં જહાનવીના ડેબ્યુ પર અનેક અટકળો આવી છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ પાર્ટીઓમાં પણ જહાનવી કપુર નજરે આવી રહી છે.