શિયાળુ સત્રના માત્ર ચાર દિવસ જ રહ્યા બાકી, 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સરકારની સમાધાન અંગેની વાત પર થશે ચર્ચા
શિયાળુ સત્ર સમગ્ર ભારતના રાજકારણ માટે ખૂબ જ અગત્યનું સાબિત થઇ રહ્યું છે જેમાં લોકસભામાં અનેકવિધ મહત્વપૂર્ણ બિલો પણ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે રાજ્ય સભામાં જે પ્રકારે કામગીરી થવી જોઈએ તે પ્રકારે થઈ શકી નથી અને શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાંથી કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ,સીપીએમ અને શિવસેનાના સાંસદો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં હવે રાજ્ય સભા ની કામગીરી માં માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ સમયગાળામાં ક્યાં મુદ્દાઓ પર ચર્ચા થશે તે જાણવું પણ એટલું જ જરૂરી અને અનિવાર્ય બન્યું છે.
રાજ્ય સભાના ચેરપર્સન વેંકૈયા નાયડુએ પાસ પણ એ જણાવ્યું હતું કે જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓએ માત્ર સંસદને માફીપત્ર જ આપવાનું રહેશે અને તેઓ સંસદના કાર્યકાળમાં ઉપસ્થિત રહી શકશે. તો હજુ પણ આ અંગે વિવિધ રાજકીય પક્ષો નિર્ણય લઇ શક્યું નથી અને બાકી રહેતા દિવસો ને ધ્યાને લઇને શું આ તમામ પાર્ટી સરકારના સમાધાન મુદ્દાને સ્વીકારશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. સોમવારના દિવસે સવારના સમયમાં જ તમામ વિપક્ષી પાર્ટીઓ ની ઈમરજન્સી બેઠક મલિકાઅર્જુન ખરગેના ઓફિસ પર બોલાવવામાં આવી હતી. તમે ભાજપ આયુ છે કે રાજ્ય સભા ની કામગીરી યથાયોગ્ય રીતે ચાલે તે માટે વિપક્ષી પાર્ટી ના પાંચ લોકો સાથે બેઠક પણ યોજાશે.
ત્યારે આવતીકાલે યોજાનારી ઓપોઝિશનની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે જે રીતે રાજ્ય સભા ની કામગીરી યોજવી જોઈએ તે યોજાણી નથી. જેને લઈ પક્ષ અને વિપક્ષની કામગીરી યથાયોગ્ય રીતે કરવી અનિવાર્ય છે.