જુદા-જુદા રાજયોની સાડીઓ અને ડ્રેસની અવનવી વેરાયટીઓએ રાજકોટીયન્સનું ધ્યાન આકર્ષિત કર્યું
અબતક,રાજકોટ
લગ્ન હોય કે અન્ય કોઈ શુભ ઘડી ખરીદારીમાં હેન્ડલુમ સિલ્ક સાડીઓનો ઘણો જથ્થો એક જ સ્થળે પ્રાપ્ત કરવા માટે ધ ફન રેસીડેન્સી , ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શન તેમજ સેલ શરૂ કરવામાં આવ્યો છે . તા .17 થી તા .22 મી ડિસેમ્બર સુધી રોજ સવારે 11 થી રાત્રિના 9 વાગ્યા સુધી સિલ્ક ઇન્ડિયામાં દેશભરના અલગ – અલગ સ્થાનોથી લોકપ્રિય બનેલી મનગમતી સાડીઓ તેમજ ડ્રેસ મટીરીયલ અહીં ઉપલબ્ધ છે . અલગ ડિઝાઇન પેટર્ન કલરનો ઘણો સંગ્રહ અહીંયા ઉડીસા આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શન તેમજ સેલમાં દેશના વિવિધ પ્રદેશ , રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીયસ્તર પર લોકપ્રિય એવા લગ્ન પ્રસંગનું પ્રદર્શન શરૂ થયું છે. અહીંયા જોવા મળતી સાડી, ડ્રેસ મટીરીયલ બેજોડ અને મનને નિભાવનારી છે અહીંના સંગ્રહમાં બનારસી સિલ્ક સાડી, તમિલ કોયમ્બતુર સિલ્ક, કાંજીવરમ સાડી, કર્ણાટક બેંગલુરુ સિલ્ક , કેપ અને જોર્જટ સાડી , કોલકાતાની બોલુચરી , આંધ્રપ્રદેશની કલમકારી , પોચમપલ્લી , મંગલગીરી ડ્રેસ મટીરીયલ , પશ્ચિમ બંગાળની કાંથા વર્ક સાડી , રાજસ્થાનની બ્લોક હેન્ડ પ્રિન્ટ , બ્લોક પ્રિન્ટ જયપુરી કુર્તી , બ્લોક પ્રિન્ટ , સાંગનેરી પ્રિન્ટ , કોટાટોડીયા ખાદી સિલ્ક તેમજ કોટન ડ્રેસ મટીરીયલ મળશે . વિવિધ સામાજિક પ્રસંગોમાં , લગ્નમાં મહિલાઓ દ્વારા અહીં સિલ્ક સાડીઓની ખરીદી થઇ રહી છે.
વર્તમાન વાતાવરણ મુજબ, કાશ્મીરી સ્ટોલ પર ગરમ કપડાં તેમજ રાજસ્થાનના સ્ટોલ પર જયપુરી રજાઈ, ધાબડા પણ ઉપલબ્ધ છે.
સિલ્ક ઇન્ડિયા પ્રદર્શનમાં છતીસગઢના કોસા સિલ્ક , મલબારી રો સિલ્ક બ્લોક પ્રિન્ટ સાડી , બાંધણી , પટોળા , કચ્છ એમ્બ્રોડરી , ગુજરાતી મિરર વર્ક તેમજ ડિઝાઇન કુરતી , કાશ્મીરની તબી સિલ્ક , પશ્ચિમની સાલ , ચિનાન સિલ્ક સાડી , ઉત્તર પ્રદેશની તચોઇ બનારસી , જામદાની જામાવાર , બ્રોકેટ ડ્રેસ મટીરીયલ લખનવી ચિકન પશ્ચિમ બંગાળની શાંતિ નિકેતન કાંથો સાડી , બાલુચરી , નિમજરી સાડી , પ્રિન્ટેડ સાડી , ધાકઇ જામદની તેમજ મહારાષ્ટ્ર લોકપ્રિય પૈઠણી સાડીઓ ઉપલબ્ધ છે . ખરીદી કરનાર માનવંતા ગ્રાહકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદીનું ચુકવણું કરી શકશે . અહીં કોરોના ગાઈડલાઈનના પાલન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગના નિયમનું પાલન થશે . આયોજનના સ્થળ પર પાર્કિંગ વિનામૂલ્યે મળી શકશે .