કુટીર ઉદ્યોગ કેન્દ્ર છેલ્લા બે વર્ષ થી ધંધાકીય સાધનો ની કીટો ના આવતા અરજદારો બન્યા પરેશાન
હાલની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બેરોજગારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી બાદ સુરેન્દ્રનગર જિલ્લો ઉપરાંત અનેક નાના જિલ્લાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે અને બેકારીના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ના પગલે સરકાર દ્વારા નાના ઉદ્યોગકારો તેમજ મધ્યમ ઉદ્યોગકારોને એ સરકારી સહાય આપવામાં આવતી હતી તે પણ બંધ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
તેવા સંજોગોમાં એક સમયે સરકાર દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ અંતર્ગત કુટીર ઉદ્યોગ વિભાગ મારફત સુરેન્દ્રનગર જિલ્લામાં નાના ધંધા રોજગારને તેમજ નવો ધંધો વિકસાવવામાં આવતા હોય તેવા લોકો અને સાધનસામગ્રી અને કીટો પૂરી પાડવામાં આવતી હતી. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી બાદ સરકાર દ્વારા ધંધાકીય રીતે સક્ષમ બનવા અને પેટિયું રડવા માટે સરકાર દ્વારા ધંધાકીય કીટો આપવામાં આવતી હતી તેમાં અરજી કરનાર એક પણ અરજદારને કીટ અથવા ધંધાકીય સાધનો મળ્યા નથી જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કુટીર ઉદ્યોગ કેન્દ્રમાં બે વર્ષથી સરકાર દ્વારા કોઈપણ જાતની ધંધાકીય સાધન માટેની કીટ ફાળવવામાં આવી નથી જેને લઈને હાલમાં અરજદારો પરેશાન બન્યા છે અને બેરોજગારીનું પ્રમાણ પણ આ કીટ ફાળવવામાં આવતા વધ્યું છે કારણ કે કિટ આપતા હોય તેવા સંજોગોમાં આ કીટમાં આપવામાં આવતી સામગ્રીનો ઉપયોગ કરી અને નાના-મોટા ધંધા-રોજગાર કરી અને આવક મેળવી અને અનેક રસોડાઓ સુરેન્દ્રનગર જિલ્લાના લોકો ચલાવવાની આશા ધરાવતા હોય છે.
તેવા સમયગાળામાં બે વર્ષમાં કુલ કુટીર ઉદ્યોગ કેન્દ્ર ખાતે નાના-મોટા ધંધા સ્થાપિત કરવા અને તેની સામગ્રી મેળવવા માટે 1824 લોકો એ અરજી કરી છે પરંતુ આ અરજી નો કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી કારણ કે સરકાર દ્વારા કોઈપણ જાતની આ મામલે હવે સહાય ચુકવવામાં આવી રહી નથી અને ઉપરથી મોકલવામાં આવતી કીટો પણ છેલ્લા બે વર્ષથી મોકલવામાં આવી નથી જાણે છેલ્લા બે વર્ષથી કુટીર ઉદ્યોગ સરકાર બંધ કરવા ઇચ્છતી હોય તેવું લાગી રહ્યું છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા કુટીર ઉદ્યોગ કેન્દ્ર માંથી નાના-મોટા ધંધાર્થીઓ પોતાનો ધંધો વિસ્તારવા માટે અને વસ્તુ સામગ્રી ધંધાકીય મેળવવા માટે અરજીઓ કરતા હોય છે તેવા સંજોગોમાં બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના કુટીર ઉદ્યોગ માં 1824 લોકોએ ધંધાકીય સાધનો મેળવવા માટે અરજી કરી છે પરંતુ સરકાર દ્વારા આ મામલે ધંધાકીય સાધનો ની કીટો બે વર્ષથી મોકલવામાં આવી નથી જેમાં 2020 ના વર્ષ માં 1398 અને 2019 માં કરેલ અરજી ની 227 લોકો ને વસ્તુઓ મળી નથી. જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે કુટીર ઉદ્યોગ સુરેન્દ્રનગર જિલ્લાનો ઓક્સિજન ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે.