રાજકોટ મહાનગરપાલિકાના સંકલન-સંચાલન હેઠળ સ્માર્ટ સીટી ઝોનમાં હોસ્ટેલ બનશે
અબતક,રાજકોટ
ભારત સરકારની મહિલા અને બાળ કલ્યાણ વિભાગની યોજના અંતર્ગત રૂ.24 કરોડના ખર્ચે વર્કિગ વુમન હોસ્ટેલ બનાવશે. આ હોસ્ટેલમાં મહિલાઓ માટે રહેવાની સગવડ ઉપરાંત સુરક્ષા સંબધી વ્યવસ્થાઓ પણ કરાશે.ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ વુમન હોસ્ટેલની કામગીરી અને સુચનો-ભલામણો અર્થે જિલ્લા કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે.
આ કામગીરીની સમીક્ષા અંગેની બેઠક રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.આ મીટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીએ રૈયા સર્કલથી આગળ સ્માર્ટ સીટી ઝોન બની રહ્યો છે. ત્યાં 5874 ચો.મી પ્લોટ એરીયામાં રૂા. 24.41 કરોડના ખર્ચે બનનાર વુમન હોસ્ટેલનો લે-આઉટ પ્લાન-આયોજન રજુ કરવામાં આવેલ જે ન્યાયધીશ સહિતના મહાનુભાવોના સુચન સાથે મંજુર કરવામાં આવેલ હતો.
સમિતિના અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ હોસ્ટેલનું કામ બને તેટલુ વહેલુ શરૂ થાય અને સરકાર કક્ષાએ જરૂરી ફોલોઅપ સેવામાં આવે તે માટે જરૂરી તમામ કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં પ્રિન્સીપલ સીનીયર જજ હેતલબેન દવે, અધિક સિવિલ જજ પ્રકૃતિબેન તેમજ સમિતિના સભ્ય સચિવ જનકસિંહ ગોહેલ અને.આર.સી ઉપરાંત માર્ગ-મકાન વિભાગના અધિકારી ઉપરોકત રહ્યા હતા.