પધડરી પોલીસ અને એસ.પી. બલરામ મીણા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું: કાયદો અને વ્યવસ્થા જાળવવા આપ્યું સૂચન
રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની અધ્યક્ષતામાં પડધરી પોલીસ મથકમાં પરેડ ઇન્સ્પેકસન કરવામાં આવ્યું હતું. જેમાં પડધરી પોલીસ મથક સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.જ્યારે એસ.પી. બલરામ મીણા દ્વારા જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની અધ્યક્ષતામાં પડધરી પોલીસ મથકે પરેડ ઇન્સ્પેકસન યોજવામાં આવી હતી. જેમાં એસ.પી. બલરામ મીણા દ્વારા પડધરી પોલીસ મથકના પીએસઆઈ. આર.જે. ગોહેલ અને પીએસઆઇ એ.એ. ખોખર સહિતનો સ્ટાફને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જેમાં પડધરી પોલીસ મથક સ્ટાફને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની કામગીરીની સમીક્ષા કરી હતી.આ સાથે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પડધરી પોલીસ મથકના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.પડધરી પોલીસ મથકના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસ સ્ટાફને લોકોની ફરિયાદો સાંભળવા અને તેમની મુશ્કેલીઓ વહેલી તકે ઉકેલ મેળવવા માટે સૂચન કર્યું હતું.