જેન્ટલમેનની રમત માં ‘રાજકારણ’ ઘુસ્યું!!
ટીમ ઇન્ડિયા માટે વન-ડેના નવા સુકાની રોહિત શર્મા ને સંપૂર્ણ સાથ અને સહકાર મળશે : કોહલી
ઇતિહાસ સાક્ષી છે કે સંવાદ ના અભાવે જ મહાભારત અને રામાયણ ની ઘટના ઘટી છે ત્યારે તે આદિ અનાદિકાળથી ચાલતી આવતો તથા આજના સમયમાં પણ યથાવત રીતે જોવા મળી રહી છે. કહેવાય છે કે ક્રિકેટ જેન્ટલમેન ગેમ છે, ત્યારે આ રમતમાં રાજકારણ ઘૂસી ગયું છે અને સંવાદના અભાવે આગામી સમયમાં ટીમ ઇન્ડિયાની ગાડી પાટા ઉપરથી ઉતરી જશે કે કેમ તે પણ મોટો ચિંતાનો વિષય બન્યો છે.
પોતાની બેટિંગ ટેકનિક ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટી ના સુકાની પદ માટે રાજીનામું સ્વયંભૂ આપ્યું હતું તે સમયે બીસીસીઆઈ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે વન-ડેના સુકાની તરીકે યથાવત રહેશે અને ભારતીય ટીમની કમાન સંભાળશે પરંતુ સિલેક્ટર ચેતન શર્મા દ્વારા સાઉથ આફ્રિકા વી અંગે જ્યારે ફોન કોલ આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તે વન-ડે સિરીઝમાં હવે સુકાનીપદ નહીં ભોગવે.
આ મુદ્દે અંતે વિરાટ કોહલીએ મૌન તોડતા કહ્યું હતું કે અહીં સંવાદ નો અભાવ જોવા મળ્યો છે કારણકે એક તરફ વનડેનું સુકાનીપદ ન છોડવા માટે કહેલું છે તો બીજી તરફ સિલેક્ટરોએ વન ડેના સુકાની પદ છોડવા કહેવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં વિરાટે જણાવ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી થઈ ત્યાર બાદ સિલેક્ટર્સે કહ્યું હતું કે, તે વનડેની કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ કોઈ વાત નહોતી થઈ. બીજી તરફ વિરાટ કોહલીએ એમ પણ જણાવ્યું હતું કે તેને સુકાની પદ છોડવા માટે કરણ આપવામાં આવી હોય તે એ છે કે તેની આગેવાની હેઠળ ભારતીય ટીમ એક પણ આઇસીસી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી જ્યારે રોહિત શર્મા અનેક વખત ફોર્મેટમાં જ ભોગવી ટીમને વિજય અપાવવામાં સફળ થયો છે પરિણામે વિરાટનું સુકાનીપદ વન-ડેમાંથી લઈ લેવામાં આવેલું હોય તેવું માનવામાં આવ્યું છે.