લોકોએ ડિજિટલ મીડિયા વધુ ને વધુ દેખાડો કરતા નજરે પડે છે જેના પગલે તેઓ આ ફ્રોડનો ભોગ બનતા હોય છે
ડિજિટલ કરન્સી આવતા પૂર્વે લોકોએ અને વિવિધ એજન્સીઓએ ટેક્નિકલી સજ્જ થવું ખુબજ જરૂરી : એન.એન ઝાલા
અબતક, રાજકોટ
સમગ્ર દેશમાં નાણાકીય રોડનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે જે રીતે ડિજિટલ કરન્સી ક્રિપટોની માંગ વધી રહી છે ત્યારે સિસ્ટમ અપડેશન પણ એટલા જ અંશે જરૂરી છે. બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે જે રીતે લોકોએ જાગૃતા દાખવવી જોઈએ તે દાખવવામાં લોકો ઉણા ઉતર્યા છે સામે લોકોનો દેખાડો પણ સૌથી વધુ થતાં ઘણાં પડકારો લોકો સમક્ષ ઊભા થાય છે. લોકોને ખરા અર્થમાં એ વાતનો ખ્યાલ નથી હોતો કે જે રીતે ડિજિટલ મીડિયા નો ઉપયોગ થવો જોઈએ તે માત્રામાં ન થતા અવિરત આ તમામ માધ્યમો પણ લોકો સક્રિય રહે છે પરિણામે તેવો સાયબર એટેક અને નાણાકીય રોડનો ભોગ બનતા હોય છે.
એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ડિજિટલ તરફ આગળ વધવા પ્રેરિત કરી રહ્યા છે ત્યારે તેની સામે લોકોએ તેની ગંભીરતા પણ એટલા જ અંતે સમજવી જરૂરી છે પરંતુ હાલની સ્થિતિએ જે રીતે ડિજિટલ મીડિયા નો અતિરેક જોવા મળી રહ્યો છે તેનાથી લોકોને ઘણું ખરું વેઠવું પડે છે અને તેની સીધી અસર દેશ ઉપર પણ થાય છે. ભારત ઘરના લોકો ડિજિટલ ટેકનોલોજી સાથે ખૂબ જ નિકટતાથી જોડાઈ ગયા છે અને તેનો જાણે કોઈ પર્યાયન હોય તેવું પણ માની રહ્યા છે.ડિજિટલ દુનિયામાં જેટલી સુવિધા છે એટલી જ મુશ્કેલીઓ પણ છે. હવે મોબાઇલમાં જ બેન્કિંગ થાય છે એટલે ફ્રોડના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં વધારો અને લોકોમાં અપૂરતી સાવચેતીથી સાયબર ફ્રોડ વધ્યા છે. બેંકો લોકોમાં જાગૃતિ લાવવાના પુરતા પ્રયત્નો ફ્રોડને રોકવા માટે કરી રહી છે.
સાઇબર સેલ લોકોની જાગૃતતા માટે કેમ્પો યોજી લોકોને નાણાકીય
ફ્રોડનો શિકાર બનતા અટકાવે છે : એસીપી જી.ડી પલસાણા
રાજકોટ સાઇબર સેલના એસીપી જી.ડી પલસાણાએ અબતક સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જે રીતે સાઇબર ફ્રોડ થઈ રહ્યા છે તેને જોતા રાજકોટ સાયબર સેલ લોકોને જાગૃતતા મળે માટે વિવિધ પ્રકારે કેમ્પનું આયોજન કરતું હોય છે અને લોકોને આ ફ્રોડનો શિકાર બનતા અટકાવે છે. એટલું જ નહીં તેઓ એ વિશેષ માહિતી આપતા કહ્યું હતું કે જે લોકો સાઇબર ફ્રોડના ભોગ બન્યા હોય તેઓએ ઓનલાઇન પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે પરંતુ આ માટે લોકોની જાગૃતતા ખૂબ જ જરૂરી છે અને અનિવાર્ય છે ટેકનોલોજી અપગ્રેડેશન ભલે ગમે તેટલું મજબૂત હોય પરંતુ જ્યાં સુધી લોકોની જાગૃતતા નહીં હોય ત્યાં સુધી સાઇબર ના કેસોનો નિકાલ કરવો અથવા તેનો ડિટેકશન કરવું ખુબ જ અઘરુ હોય છે. સોશિયલ મીડિયાની ઘેલછા કેટલા અંશે વધી ગઈ છે જેને ધ્યાને લઇ લોકો
કોઈ પણ વસ્તુની ખરીદી કરે કે મોંઘીદાટ વસ્તુ ખરીદે તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે પરિણામે હેકરો માટેનો રસ્તો ખૂબ જ સરળ બનતા આ પ્રકારના લોકો નાણાકીય ફ્રોડનો ભોગ બનતાં હોય છે.
ટેકનોલોજી અપગ્રેડેશન સાયબર ગુનાને ડિટેક્ટ કરવામાં
ખૂબ મહત્વપૂર્ણ અને અસરકરતા: એન.એન ઝાલા
રિટાયડ પોલીસ અધિકારી અને સાઈબર એક્સપર્ટ એન.એન ઝાલાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે સાયબર ગુના ને ડિટેક્ટ કરવા માટે ટેકનોલોજી અપગ્રેડેશન એટલા જ થશે જરૂરી છે. દિવસેને દિવસે ટેકનોલોજી માં ઘણા બદલાવો અને ચેન્જ આવતા હોય છે ત્યારે વિવિધ સંસ્થાઓ આ મુદ્દાને ધ્યાને લઇ અપગ્રેડ થવું ખૂબ જરૂરી છે. બીજી તરફ ક્યાંકને ક્યાંક લોકોની જાગૃતતા નો અભાવ પણ મુખ્ય કારણ હોય છે જેમાં રોડ નો ભોગ બન્યા પછી પણ લોકોએ જે સમયગાળા દરમિયાન પોતાની અરજી અને પોતાની ફરિયાદ દાખલ કરાવવાની હોય તે સમય ચૂકી જતા હોય છે. સરકારે પણ ખૂબ સરળતા રહે તે માટે વિવિધ પ્રકારે પોર્ટલનું નિર્માણ કર્યું છે જેનો સીધો જ
લાભ લોકો લઇ શકે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આવનારા સમયમાં ડિજિટલ કરન્સી નું પ્રમાણ વધશે ત્યારે એ શેત્રે નાણાકીય ફ્રોડન થાય તેના માટે હાર ટેકનોલોજી માં ખૂબ અનિવાર્ય બની ગયું છે.