વારાણસી કોરીડોર લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના લોક કલાકારો, પદ્મશ્રી ભીખુદાન
ગઢવી, સાંઇરામ દવે, કિર્તીદાન ગઢવી અને પાર્થિવ ગોહિલની ઉપસ્થિતિ
અબતક, રાજકોટ
રાજકોટ, ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં સોમવારે દિવ્ય કાશી, ભવ્ય કાશી મહોત્સવ અલોંકિક રીતે યોજાઈ ગયો. જેના પી.એમ. નરેન્દ્ર મોદીએ કોરીડોર સહીતના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવી પણ કાશી પહોંચ્યા હતા. સંતો સાથે લોકગાયક કીર્તિદાન ગઢવી સાહિત્ય કાર સાંઈરામ દવે પદમશ્રી ભીખુદાન ભાઈ ગઢવી અને ગાયક પાર્થિવ ગોહિલે હાજર રહી આ સમગ્ર સમારોહને માણ્યો હતો. કિર્તીદાન ગઢવી એ મીડિયા ને કહ્યું હતું કે દિવ્ય અને ભવ્ય કાશીમાં જાણે દીપાવલી જેવું મહાપર્વ હોઈ તેવો રોશનીનો જગમગાટ અને લોકોનો ઉમંગ નજરે જોયો અને વડાપ્રધાન આ પવિત્ર ભૂમિની કાયાપલટ કરી હોઈ તેવા વિકાસ કાર્યોની ભેટ આપી છે. વડાંપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાતના સઁતો અને કલાકારો એ હર હર ગંગે અને જય કાશી વિશ્વનાથના જયઘોષ ગુજાવ્યા હતા.