જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના બાજરા સંશોધન કેન્દ્ર જામનગર એ વર્ષ 2021માં International Crops Research Institute for Semi-Arid Tropics (ICRISAT) હૈદરાબાદના સહયોગથી રાજ્યની પ્રથમ મોલેક્યુલર માર્કર આસિસ્ટેડ બ્રીડીંગ ટેકનીક્નો ઉપયોગ કરીને બાજરા હાઇબ્રિડ GHB 538 (મરૂ સોના) બહાર પાડી છે.
જે બાજરાના તળછારાના રોગ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. બાજરાના તળછારાના રોગથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થાય છે. આ રીતે આધુનિક બાયોટેક ટેકનીક માર્કર આસિસ્ટેડ સિલેકશનનો ઉપયોગ કરીને ખેડુતોને વાવેતર માટે ભલામણ કરવાની ગુજરાતની ચારેય રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં અને તમામ પાકોમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા હાંસલ કરેલ ગુજરાતની પ્રથમ ઘટના છે. ટેકનીક્ના ઉપયોગથી જનીન દાતા છોડમાથી જનીન ખૂબ જ ચોક્કસ અને અસરકારક રીતે વૈજ્ઞાનિક સ્થાણાંતરિત કરી શકે છે અને વૈજ્ઞાનિક ખુબજ ટુંકા સમયમા પાક્ની નવીન જાત વિકસાવી શકે છે અન્યથા પરંપરાગત પદ્ધતિમાં આ કામ માટે વૈજ્ઞાનિકને 8 થી 10 વર્ષનો સમય લાગે છે.
આ GHB 538 (મરૂ સોના) એ GHB 538ની સુધારેલી આવૃતિ છે. જે વર્ષ 2004-05માં બહાર પાડવામાં આવેલ હતી. પરંતુ તે સમય જતાં વિનાશક રોગ બાજરાના તળછારાના રોગની સામે ફૂગ સામે રોગ ગ્રાહ્ય બની ગયેલ હતી. GHB 538 (મરૂ સોના) એ મૂળ GHB 538 જેવી જ છે. સિવાય કે માત્ર એક રોગ પ્રતિરોધક જનીન. આ નવી જાતમા દાખલ કરેલ છે. ગુજરાત રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેતી કરવા માટે પણ આ જાત યોગ્ય છે અને ખેડુતોને બાજરાના તળછારાના રોગની દવાના છંટકાવ માથી છુટકારો આપે છે.