વતનમાં પૈસા મોકલવાના પ્રશ્ર્ને ચાલતા ડખ્ખામાં દરમિયાનગીરી કરતા યુવકે જીવ ગુમાવ્યો
અબતક,રાજકોટ
ગાંધીધામ નજીક આવેલા પડાણાના ઇન્દિરાવાસમાં વતનમાં પૈસા મોકલવાના પ્રશ્ર્ને બે ભાઇઓ વચ્ચે ચલતા ઝઘડામાં વચ્ચે પડેલા યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશના વતની અને ગાંધીધામના પડાણા ખાતે રહી મજુરી કામ કરતા પ્રમોદકુમાર રામપ્રતાપ કનોજીયા નામના 32 વર્ષના યુવાન પર તિક્ષ્ણ હથિયારથી અરવિંદ કરણલાલ અઠીયા નામના શખ્સે હુમલો કરી હત્યા કર્યાની ઇન્દ્રિપ્રકાશ રામદાસ યાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મુળ મધ્ય પ્રદેશના વતની અને પડાણા રહેતા અરવિંદ અઠીયાને તેના ભાઇ મીથુન અઠીયા વચ્ચે વતનમાં પૈસા મોકલવાના પ્રશ્ર્ને ઝઘડો થતા તેની સાથે રહેતા પ્રમોદકુમાર કનોજીયા વચ્ચે પડી છોડાવવા જતાં અરવિંદ કનોજીયાએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.