ઈમીટેશનના ધંધા માટે લીધેલી રકમની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત ધંધાર્થીએ વખ ઘોળ્યું
ભાગીદાર નાસી જતા યુવક વ્યાજચક્રમાં ફસાયો તો
શહેરમાં વ્યાજખોરો બેફામ થયા છે. નાની-નાની રકમ વ્યાજે આપી મોટુ વ્યાજ લોકો પાસેથી પડાવી અને તેની મજબુરીનો ફાયદોઉઠાવી રહ્યા છે. જેના કારણે વ્યાજની ભરપાઈ ન થવાથી ઘણા લોકો પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. તેવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઈમીટેશનનાં ધંધાર્થીએ તેના પાર્ટનર સાથષ મળી વ્યાજે 2 લાખ રૂપીયા લીધા હતા. બાદ ધંધો મૂકી તેનો ભાગીદાર ભાગી ગયો હતો જેથી વ્યાજના ચક્રોમાં યુવાન ફસાતા અંતે કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો છે.
બનાવની મળતી માહિતી મુજબ કુવાડવા રોડ પર આવેલ મફતીયા પરામાં રહેતા અને ઈમીટેશનના વેપારી અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.31 એ આજે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.
મૃતકના પિતાના જણાવ્યા અનુસાર અશોકે દોઢ વર્ષપૂર્વે ઈમીટેશનનો ધંધો શરૂ કરવા માટે તેના ભાગીદાર સાથે મળી ભીમાભાઈ બાભવા નામના વ્યકિત પાસેથી 2 લાખ 15 ટકાના વ્યાજ લીધા હતા અને જો વ્યાજ ચૂકાય જતુ તોતેમાં 5000ની પેનલ્ટી ભરતો હતો જેમાં તેને દર મહિને 35 હજાર રૂપીયા આપવા પડતા હતા.જેમાં વધુમાં તેને 35 હજાર ભરતભાઈ સાનીયા પાસેથી લીધા હતા અને બાયો ડીઝલનો ધંધો કરતા શખ્સ શબીર પાસેથી રૂ.25000 લીધા હતા જે શબીર ભરવા માટે મૃતકને અવાર નવાર ફોન કરી હેરાન કરતો હતો જેથી અંતે કંટાળી અશોકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે.વધુમાં જણાવ્યું હતુ કે, મૃતક યુવાનને માથે 5 લાખનું દેણુ હતુ અને મહિને 50 હજાર ભરપાઈ કરતો હતો જેથી વ્યાજનાં ચક્રોમાં ફસાઈ જતા યુવાને અંતે અંતિમ પગલુ ભર્યું છે.
પોતાના ઘરે આજ બપોરનાં સમયેએકલો હતો ત્યારે ઝેરી દવા ગટગટાયાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મૃતક પરણીત હતો અને તેનીપત્નીનું નામ સંગીતાબેન છે અને તેને સંતાનમાબે દિકરીઓ છે અને તે બે ભાઈઓમાં મૃતક નાનો હોવાનું જાણવા મળ્યું છે.ધંધામાં પાર્ટનર છોડીનેભાગી જતા જ યુવાન વ્યાજના ચક્રોમાં ફસાઈ ગયો હતો. પોલીસે મઅતકના પિતાની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
5 લાખનું મહિને 50 હજાર વ્યાજ ભરતો
ભીમા બાંભવા, ભરત સાનીયાને 35 હજારના લાખ ચૂકવ્યા અને શબીરને 25 હજારના 35 હજાર ચૂકવ્યા’તા
મૃતક અશોકનાં પિતાએ જણાવ્યું હતુકે, તેના પુત્ર પર 5 લાખનું દેણુ હતુ અને તે વ્યાજના દરમહિને 50 હજાર ચૂકવતો હતો પરંતુ પેનલ્ટી લગાવી વ્યાજખોરોએ રકમ કરતા પણ વધુ રૂપીયા ખંખેરી લીધા હતા જેમાં ભીમા બાંભવા અને ભરત સાનીયાએ 35 હજાર વ્યાજે આપ્યા હતા અને તેનીસામેપેનલ્ટી લગાવી 1 લાખ રૂપીયા ભરાવ્યા હતા જયારે શબીર નામના શખ્સે 25હજારના 35 હજાર પડાવ્યા હતા જેથી મૃતકના પિતાએ ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.