રાજકોટમાં પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં શાનદાર દીક્ષા મહોત્સવ ઉજવાયો
લાઈફ ઈસ લાઈવ નોટ ટુ વેસ્ટ જીવન જીવવા માટે છે, વ્યર્થ ગુમાવવા માટે નહીં : દીક્ષાર્થી રોશનીબેન
‘અબતક’ના ડિજિટલ માધ્યમ પર હજારો લોકો કાર્યક્રમ નિહાળ્યો
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાના ઉપક્રમે ડુંગર દરબાર હેમુ ગઢવી હોલમાં ગોંડલ સંપ્રદાયના ધીર ગુરૂદેવના શુભહસ્તે રોશનીબેન આશરાના દીક્ષા મહોત્સવનો ‘અબતક’ મિડિયા દ્વારા સોશિયલ મિડીયા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં 35000 થી વધુ લોકો આ કાર્યક્રમને લાઇવ નિહાળ્યો, યુટ્યુબમાં 6650 તેમજ ફેસબુક 2870 લોકોએ લાઇવ કાર્યક્રમ માળ્યો હતો તેમજ ફેસબુકના માધ્યમથી આ કાર્યક્રમ 61121 લાઇક મળ્યા હતાં.
અબતક,રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘ રાજકોટનાં ઉપક્રમે ડુંગર દરબાર, હેમુ ગઢવી હોલમાં ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવના વરદહસ્તે કુ.રોશનીબેન નલીનભાઈ આશરાના દીક્ષા મહોત્સવની શાનદાર ઉજવણીથી ધર્મોલ્લાસ છવાયો હતો.
આ પ્રસંગે પૂ.દેવેન્દ્રમુનિ મ.સા., પૂ.સુશાંતમુનિજી, તથા સાધ્વીજી પૂ.હીરાબાઈ મ.સ., પૂ.વનિતાબાઈ મ.સ., આદિ, પૂ.નીરૂબાઈ મ.સ., પૂ.પદ્માબાઈ મ.સ., પૂ.રૂપાબાઈ મ.સ. આદિ, સંઘાણીના પૂ.સાધનાજી મ.સ., બોટાદના પૂ.ઉર્મિલાજી મ.સ., ગોપાલના પૂ.જયંતિકાજી મ.સ., પૂ.વીરાંશીજી મ.સ. એમ કુલ 53 ઠાણા બિરાજીત હતાં.
દીક્ષા મહોત્સવ પૂર્વે સવારે 8.45 કલાકે 1200 જેટલા ભાવિકોની નવકારશી બાદ રમીલાબેન બેનાણીના ગૃહાંગણે રાજપથ ખાતે રીનાબેન જીતુભાઈ બેનાણી દ્વારા દીક્ષાર્થીના વધામણા બાદ ભવ્ય શોભાયાત્રા જયજિનેન્દ્ર આરાધના ભવન થઈ ડુંગર દરબાર, હેમુ ગઢવી હોલમાં પરિવર્તિત થયા બાદ કુ.રાહી, કુ.ધ્વનિ, કુ.કંગના, કુ.આયુષીના સ્વાગત નૃત્ય બાદ સંઘપ્રમુખ હરેશભાઈ વોરાએ સહુને આવકાર્યા હતાં.
દીક્ષા પ્રસંગે કલકતા જલગાંવ, ગોંડલ, બોટાદ, ધંધુકા, સુરત, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, જેતપુર, લાલપુર, પડધરી, ધ્રોલ, લીમડી, ખંભાલીયા, પોરબંદર, આણંદ, મુંબઇ, જશાપર, કાલાવડ વગેરે સંઘો આશરા પરિવારની બહોળી સંખ્યામાં હાજરી હતી.
દીક્ષાર્થીએ સંસારી અવસ્થાના આખરી પ્રવચનમાં કહેલ કે, આ દુનિયામાં જયાં દર મીનીટે 7 હજાર મનુષ્યોનો જન્મ થાય છે અને 3 હજાર મનુષ્યનું મૃત્યુ થાય છે. તો કિંમત કોની ? જન્મની, મૃત્યુની કે જીવનની?
કશરય શત જ્ઞિં કશદય ગજ્ઞિં જ્ઞિં ઠફતયિં,જીવનન જીવવા માટે છે. વ્યર્થ ગુમાવવા માટે નહિ.
દીક્ષાર્થીના પ્રતિક રજતશ્રીફળનો બીનાબેન અજયભાઇ શેઠ, વિજય તિલકનો દક્ષાબેન મુકેશભાઇ કામદાર, જીવદયા કળશનો લાભ અજયભાઇ શેઠએ લાભ લીધેલ.
રાજકોટમાં સંત-સતીજી, વિલચેર વ્યવસ્થાનો જયશ્રીબેન સુભાષચંદ્ર પટેલ અને સૌરાષ્ટ્ર માટે નવાગઢ સંઘ ગોંડલે લાભ જાહેર કરેલ.વેશપરિવર્તન બાદ શ્ર્વેત વસ્ત્રો પરિધાન કર્યા બાદ પૂ. ધીરગુરૂદેવે દીક્ષા મંત્ર અર્પણ કરતા ગોંડલ સંપ્રદાયમાં નવદીક્ષિત શ્રી રાજવીજી મહાસતીજી તરીકે ઘોષિત કરાતાં જયનાદ વર્તાયો હતો.
પારડીમાં ઉપાશ્રય નૂતનીકરણનો ડો. પ્રભુદાસ અને ચંદ્રિકાબેન લાખાણીએ લાભ લીધેલ ગૌતમપ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાયેલ, નામકરણનો પૂ. પારસ મૈયાની સ્મૃતિમાં આશરા પરિવારે લાભ લીધેલ.
નવદિક્ષીત પૂ. રાજવીજી મ.સ.ની વડી દીક્ષા તા. 18ને શનિવારે સવારે 9 કલાકે ડુંગર દરબાર, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ સાુધ વાસવાણી રોડમાં યોજાશે. સૂત્ર સંચાલન ધીરજ છેડા (મુંબઇ) અને જયશ્રીબેન શાહે કરેલ.
પૂ. નવદીક્ષિતનો પ્રથમ વિહાર તા.14ને મંગળવારે સવારે 9 કલાકે ભક્તામર અને 9:30 કલાકે વ્યાખ્યાન યોજાશે. જ્યારે બુધવારે સવારે 7 કલાકે પૂ.વિમળાજી મ.સ.નવદીક્ષિત પૂ.રાજવીજી મ.સ.નો પ્રથમ વિહાર થશે.
દીક્ષા મહોત્સવને સફળ બનાવવા રાજકોટ જૈન મોટા સંઘ, સરદારનગર મિત્ર મંડળ, મહિલા મંડળ તેમજ અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
કમાણી જૈન ભવનના પ્રમુખ અતુલભાઇ દોશી તેમજ જ્યોતીન્દ્ર મહેતા (મામા) અમીનેષ રૂપાણીનું અભિવાદન કરાયું હતું.
દીક્ષા મહોત્સવ અનુમોદનાનો ચંદ્રિકાબેન શાંતિલાલ ગોપાણી, આશરા પરિવાર, ઇન્દુભાઇ બદાણી, દફ્તરી પરિવાર, સમરતબેન પ્રભુલાલ મહેતા, ડો.હર્ષદભાઇ સંઘવી, ગુણવંતીબેન ચંપકલાલ શાહ, બેનાણી પરિવાર વગેરેએ લાભ લીધો હતો.
ગોંડલ સંપ્રદાયના પંચ રત્નો
ગોંડલ જૈન સંપ્રદાયમાં પ્રાણ,જશ અને ઉત્તમ પરિવાર જેવી ત્રણ સમિતિઓ કાર્યકર છે. જે સમાજમાં દિક્ષા લેવા ઈચ્છુક લોકોને દિક્ષા માટેની મંજુરી આપે છે. ગોંડલ સંપ્રદાયના પંચ રત્નોમાં હરેશભાઈ વોરા, રજનીભાઈ બાવીસી, પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ અને સુરેશભાઈ કામદાર જેઓ દરેક દિક્ષા મહોત્સવને સફળ બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ટ સર્જી દે છે સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવનાર મુમુક્ષુ માટે દિક્ષા મહોત્સવ યાદગાર બની રહે તે માટે રતી ભારની કચાશ રાખવામાં આવતી નથી.