અબતક, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી
ધોરાજીના ધારાસભ્યએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈને પત્ર પાઠવીને જણાવેલ કે ધોરાજી અને આજુબાજુ વિસ્તારનાં ખેડૂતોને રવીપાકના વાવેતર માટે કેનાલ છોડવાના સરકારમાં રજૂઆત કરેલ તેને બદલે કેનાલ ….. ના મુદલો લઈ મોડુ થાય તેવું છે. આ અંગે દાળા, ફરેણી નાની પરબડી, તોરણીયા મોટીપરબડી, ધોરાજી, જમનાવડ, પીપળીયા, મોટી મારડ, વાડોદળ, ઉદકીયા તેમજ જૂનાગઢ જિલ્લાના મજેવડી, ગોલાધર, પતરાસપર સહિતના ખેડૂતોએ ધારાસભ્યને કેનાલ છોડવા અંગે રજૂઆત કરેલ અને આ અંગે ખેડૂતો ધારાસભ્ય લલિત વસોયાને રજૂઆત કરતાં ધારાસભ્યએ પણ આ સિચાઈ અંગે રજૂઆતો કરેલ હતી. આ તકે ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે જો ભાદર-1 કેનાલ છોડવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ ખેડૂતોને સાથે લઈને ડેમના પાટીયા હાથે ખોલી નાખીશું તેવી ચીમકી ઉચ્ચારેલ હતી.