અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમના તમામ સ્ટાફને  જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી જાતેથી તેમજ ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ હકીકત મેળવી  જીલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલન વેચાણ સ્ટોરેજ થતુ હોય તે અંગે ચોકકસ હકીકતો મેળવી ગે કા પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા મામલતદાર સુરેન્દ્રનગર શહેર, જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષક, તેમની ટીમ વિગેરે અધિકારીઓ સાથે સંકલન રાખી સંયુકત ઓપરેશન હાથ ધરાયું હતું.

1639193928091

જોરાવરનગર, રતનપર ઉન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ રહે.રતનપર આદેશર પાર્ક વાળો પોતાના સાગરીતો સાથે મળી રતનપર બાયપાસ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટીમાં આવેલ નાગજીભાઇ નાણભાઇ ભરવાડ રહે.નાસીક વાળાનુ વંડાવાળુ મકાન ભાડેથી રાખી તે મકાનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલના જથ્થાનો સંગ્રહ કરી બાયોડીઝલનું વેચાણ કરે છે.

7500 લીટર જવલંતશીલ પદાર્થ મળી કુલ રૂ.8,49,610ના મુદામાલ સાથે ચારને દબોચી લીધા

1639193928171

તેવી બાતમી હકીકત મેળવી તુરત જ સમગ્ર ટીમ દ્વારા તે જગ્યાએ છાપો મારી બાયોડીઝલ જેવા જવલનશીલ પ્રવાહીનો જથ્થો આશરે લીટર 7500 કિ.રૂ.5,25,000/- તથા ઇલેકટ્રીક મોટર-1 કિ.રૂ.5000/- તથા લોખંડનો ટાંકો-1 કિ.રૂ.5,000/- તથા પ્લા.ના ટાંકા નંગ-3 કિ.રૂ.9,000/- તથા પ્લા.ના બેરલ નંગ-5 કિરૂ.1000/- તથા મહિન્દ્રા કંપનીની યુટીલીટી પીકપ બોલેરો 2જી, ન-જીજે-37-ટી- 0259 કિ.રૂ.3,00,000/- તથા ખાલી બેરલો નંગ-22 કિ.રૂ.4400/- તથા સેમ્પલ નંગ-3 કિ.રૂ.210/- મળી કુલ રૂ.8,49,610/- ના મુદામાલ સાથે આરોપીઓ (1) ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ,  રણુભાઇ સોંડાભાઇ મારૂ,  હર્ષદભાઇ ઇશ્નરભાઇ ચૌહાણ,  વિક્રમભાઇ કરશનભાઇ મારૂ , ઉસ્માનભાઇ મુસલમાન અને હનીફભાઇ મુસલમાન રહે, અને અમદાવાદ વાળાએ આપેલ હોય જેથી તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો કલમ 278, 285, 114 તથા આવશ્યક ચીજ વસ્તુ પારાની કલમ 3, 7, મુજબનો ગુન્હો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં રજીકરાવી આગળની કાર્યવાહી હાચ ધરવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.