અબતક, અમદાવાદ
પૃથ્વીવાસીઓને સમયાંતરે આકાશમાં બનતી ખગોળીય ઘટના જોવા મળે છે. આકાશમાં ગ્રહણો, ગ્રહોની યુતિ, સંક્રમણ, સૂર્યાસ્ત બાદ બનતી ઘટનાઓ જોવા માટે ભારત જ વિજ્ઞાન જાથાની કચેરી લોકોને અભિભૂત કરે છે. ટેલીસ્કોપ, સારા દૂરબીન, વિજ્ઞાન ઉપકરણથી ખગોળ વિષયક માહિતી આપવામાં આવે છે. રવિવાર તા.12 મી ડિસેમ્બરે સૂર્યાસ્ત બાદ આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળવાનો છે. રાજ્યનાં લોકોને અવકાશી ઘટના નિહાળવા જાથાએ અપીલ કરી છે.
સૂર્યાસ્ત પછી આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે
રવિવારે સૂર્યાસ્ત પછી તુરંત આકાશમાં મંગળ ગ્રહ સિવાયના ગ્રહોનો મેળાવડો, શંભુમેળો અદ્દભૂત, અલૌકીક જોવા મળવાનો છે. અમુક ગ્રહો ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણથી અદ્દભૂત જોઈ શકાશે. સૂર્યાસ્ત પછી ગ્રાહોનો અસ્ત શુક્ર ગ્રહ રાત્રીનાં 8-39 મિનિટ, ગુરૂ ગ્રહ રાત્રિ 11 કલાક સુધી, શનિ ગ્રહ રાત્રિના 9-45 સુધી, યુરેનશ મધ્ય આકાશમાં રાત્રિના 9-58 થી સવારના 4-28 મિનિટ સુધી, નેપચ્યુન સાંજે 6-49થી અસ્ત રાત્રિના 12-47 મિનિટ, પ્લુટો રાત્રિના 8-38 મિનિટ સુધી જોવા મળશે. ચંદ્ર રાત્રિના 1-21 મિનિટ સુધી જોવા મળશે. રવિવાર નરી આંખે શુક્ર, ગુરૂ, શનિ, ચંદ્ર જ્યારે ટેલીસ્કોપથી યુરેનશ, નેપચ્યુન, પ્લુટો, એસ્ટોરોઈડ, ડ્રોપ, પ્લેનેટ, વેસ્ટા, સેવન ઈરીફ, ટવેન્ટી મેસાલીયા, થ્રી જુનો, ફોરટીન ઈરીમી અન્ય એસ્ટોરોઈડ જોવા મળશે.
રાજ્યમાં ચાર પાંચ મિનિટના તફાવતમાં ગ્રહોનો અસ્ત જોવા મળશે. જ્યારે અમદાવાદના નાગરિકો જનસમાજ સૂર્યાસ્તથી શરૂ થઈને રાત્રિના અસ્ત શુક્ર ગ્રહ 8-27 મિનિટ, ગુરૂ ગ્રહ 10-51 મિનિટ, શનિ ગ્રહ 9-34 મિનિટ, ચંદ્ર રાત્રિના 1 કલાક 12 મિનિટ, યુરેનશ 9 કલાક 50 મિનિટ અસ્ત, પ્લુટો 8 કલાક 27 મિનિટ, નેપચ્યુન 6-40 ઉદય થઈને 12 કલાક 38 મિનિટ અસ્ત, અમદાવાદમાં મંગળ ગ્રહ સાંજે 4 કલાક 30 મિનિટે અસ્ત થઈ જશે તેથી જોવા નહીં મળે. અમદાવાદનાં લોકો બુધ ગ્રહ સાંજે 6 કલાક 22 મિનિટ સુધી જોઈ શકશે. ગ્રહો અને એસ્ટોરોઈડ નરી આંખે, ટેલીસ્કોપ, ઉપકરણોથી અદ્દભૂત નજારો જોઈ શકવાના છે.