શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી શુક્રવારે અયોધ્યા પહોચ્યા છે. અને ત્યાં તેઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ અને મંદિરના અન્ય પક્ષકારોને મળ્યા છે અને તેમણે કહ્યું છે કે શિયા વકફ બોર્ડ વિવાદિત જમીન પર પોતાનો દાવો છોડવા માટે તૈયાર છે.
માત્ર શરત એટલી છે કે મસ્જીદ બનાવવા માટે કોઇ મોટી બીજી જગ્યા તેમને આપવામાં આવે. વસીમ રિ{વી આજકાલ અયોધ્યા મામલાનો વાતચીત કરીને ઉકેલ લાવવાના પ્રયાસમાં છે. અને તેના માટે તેઓ દિગંબર અખાડાના મહંત અને પરમહંસ રામચંદ્ર દાસના શિષ્ય સુરેશ દાસ સાથે મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે રામ જન્મભુમિ વિવાદ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો હતો જેનો આજે ઉકેલ આવતા લોકોમાં ખુશીની લાગણી ફરીવળી હતી.