એસ્સાર બ્રાન્ડે રૂહિયા ફેમિલી ટ્રસ્ટને ગિફ્ટ પેટે બ્રાન્ડ, ટ્રેડમાર્ક અને કોપી રાઈટ આપ્યા : આવકવેરા વિભાગે 719 કરોડની ટેકસ ડિમાન્ડ ઊભી કરી
અબતક, નવીદિલ્હી
શું પબ્લિક બ્રાન્ડ ખાલી લોકોને આપી દેવી યોગ્ય છે ખરી? પ્રારંભમાં આ પ્રશ્નોનો જવાબ મેળવવો ખૂબ જ જટિલ છે જેનું મુખ્ય કારણ એ છે કે અત્યંત પ્રચલિત એસ્સાર બ્રાન્ડે રૂહીયા ફેમિલી ટ્રસ્ટને પોતાની બ્રાન્ડની સાથોસાથ ટ્રેડમાર્ક અને કોપીરાઈટ ગિફ્ટ પેટે આપ્યા છે જેના પર આવકવેરા વિભાગ દ્વારા સાચો 719 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ ઊભી કરી છે. અતિ ઉત્તરમાં બાલાજી ટ્રસ્ટ અપીલેટ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરાવ્યો હતો જેમાં એ વાતનો નિર્ણય આવ્યો છે કે ગિફ્ટ આપવાની સાથોસાથ કેપિટલ અકાઉન્ટ હોવાના કારણે કોઈપણ પ્રકારનો એક લગાવી શકાતો નથી. એસાર બ્રાન્ડ જે એસઆર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ નો ભાગ છે તેને બાલાજી ટ્રસ્ટને લાભ કરવા માટે પોતાના ટ્રેડમાર્ક અને બ્રાન્ડને ગિફ્ટ પેટે આપી હતી.
આવકવેરા વિભાગ દ્વારા અસેસમેન્ટ વર્ષ 2012-2013માં અધિકારી દ્વારા આ ખાતા અંગેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ગિફ્ટ મળવા ને અધિકારી દ્વારા ટેકસેબલ વ્યવહાર ગણાવી 219 કરોડ રૂપિયાની ડિમાન્ડ ઉભી કરી હતી. જવાબમાં બાલાજી ટ્રસ્ટ અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈ પોતાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પરિણામે તેઓ ને આ ટેકસેબલ ઇન્કમ માંથી રાહત પણ મળી છે અને કમિશનર અપીલ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી કે જે રકમ નિર્ધારીત કરવામાં આવેલી છે તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવી શકાય નહીં કરણ કે આ કેપિટલ એકાઉન્ટ છે.
શશીકાંત રૂહીયા દ્વારા બાલાજી ટ્રસ્ટ વર્ષ 2012માં 10 હજાર રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે એસ્સાર બ્રાન્ડે આ ટ્રસ્ટમાં વોલન્ટરી ગિફ્ટ પેટે પોતાનું બ્રાન્ડ, ટ્રેડ માર્ક અને કોપી રાઈટ આપવામાં આવ્યું હતું. આ કારણે બાલાજી ટ્રસ્ટ બ્રાન્ડનો રજીસ્ટર્ડ ઓનાર તરીકે પણ પ્રસ્થાપિત થયું. સાથોસાથ રસ બ્રાન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ એસ્સાર ગ્રુપ સાથે પણ કર્યું હતું જેથી તે ઇન્ટેલેકચુઅલ પ્રોપરટીનો ઉપયોગ સંપૂર્ણ રીતે કરી શકે. તો સૌથી મોટી વાત તો એ છે કે શું પબ્લિક બ્રાન્ડ ખાનગી લોકોને આપવું કેટલા અંશે યોગ્ય છે અને તેના પર જો ટેબલ ઇનકમ ઉદભવીત થાય તો તેના મુદ્દે શું કાર્યવાહી આગળ થઈ શકે.