કોંગ્રસના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ જ્યારથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે ત્યારે આજે બાપુ રાજકોટના પ્રવાસે જય રહ્યા છે ત્યારે કેટલાય તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા રાજકોટમાં ક્ષત્રિય અગ્રણીઓને મળશે અને ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તો આ વિષય પર કેટલીક ખાસ ચર્ચા કરશે તેવું શુટરો પાસેથી જાણવા મળ્યું હતું
શંકરસિંહ વાઘેલા આજે રાજકોટની મુલાકાત લેવાના છે. અહીં તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં સહકાર આપવા માટે ક્ષત્રિયોને મનાવી શકે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલા પ્રથમ વખત ક્ષત્રિય સમાજની મુલાકાત કરશે.