15 માસના ગેપ બાદ ફરી સ્ટેટ બોર્ડ પર વાઈલ્ડલાઈફ , પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા વિચારણા કરશે
અબતક, અમદાવાદ
ઈકો સેન્સીટીવ ઝોન ના મુદ્દા બાદ જે તાવતે વાવાઝોડું આવ્યું તેમાં સાવજોને ભારે નુકશાની વેઠવી પડી છે ત્યારે નુકશાની થાય છે તે અંગેની બેઠક સ્ટેટ બોર્ડ દ્વારા આગામી 16મી તારીખે મળવા જઈ રહી છે જેમાં મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે અને આ નુકસાની ભરપાઈ કેવી રીતે કરી શકાય અને કેટલું નુકસાન થયું છે તે મુદ્દે ચર્ચા વિચારણા કરશે. નટવર ના સપ્ટેમ્બર માસમાં બોર્ડ મેમ્બરો દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 16મી ડિસેમ્બરના રોજ જે બોર્ડ બેઠક મળવા જઇ રહી છે તેમાં વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટની સાથે ઈકો સેન્સીટીવ ઝોન અંગે પણ ચર્ચા વિચારણાં કરવામાં આવશે જેમાં ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકેદાર પણ ખાસ ઉપસ્થિત રહેશે આ સંપૂર્ણ મુદ્દાઓ ઉપર બોર્ડ નું ધ્યાન કેન્દ્રિત કરશે. સાથોસાથ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે હાલ જે વાવાઝોડું ગીર ઉપર જોવા મળ્યું હતું તેને કારણે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે આ તમામ વૃક્ષો હાલ વન્યજીવન માટે અવરોધ રૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે તેને ઝડપભેર દૂર કરવા માટેની કામગીરી અને સાવજો ને વધુ ને વધુ કેવી રીતે સાચવી શકાય તે દિશામાં ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.
હાલ બોર્ડના સભ્યો નું એવું પણ માનવું છે કે 1982માં જે વાવાઝોડું આવ્યું હતું તેનાથી પણ આ વાવાઝોડું ખૂબ જ ગંભીર છે અને કામગીરી પણ ખૂબ જ જટિલ હશે તે સમય દરમિયાન 28 લાખ વૃક્ષો અને અખરોટ કરવામાં આવ્યા હતા ત્યારે હાલ જે વાવાઝોડું ત્રાટકયું તેમાં કેટલા ઝાડને નુકશાની પહોંચી છે તે અંગેનો સર્વે હજુ પણ વન વિભાગના કર્મચારીઓ દ્વારા થઇ રહ્યો છે ત્યારબાદ જ સાચો આંકડો સામે આવી શકશે. ઈકો સેન્સીટીવ ઝોન ને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવા માટેનો નિર્ણય કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો કારણ કે હાલ જે ઇકો સેન્સેટીવ ઝોનની હદ આવી રહી છે જેમાં એક પણ રિસોર્ટ અને વધુ વિકસિત થવા દેવામાં આવતા નથી ત્યારે રિસોર્ટના માલિક ઓલું માનવું છે કે તેમના જે રિસોર્ટ છે તેઓ ઈકો સેન્સીટીવ ઝોન આ હદની બહાર છે ત્યારે આ મુદ્દાને પણ ગંભીરતાથી લેવામાં આવશે અને યોગ્ય નિકાલ લાવવા માટે બોર્ડ દ્વારા પ્રયત્ન પણ હાથ ધરાશે.