અમદાવાદ, વડોદરા, તળાજા, અંજાર, ધોળકા, મહુવા અને ભચાઉના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ બદલાયા
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આજે રાજ્યના 7 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 6 નાયબ કલેક્ટર અને 4 પ્રાંત અધિકારીઓ સમાવેશ થાય છે.
અમદાવાદ ટેમ્પ ડ્યુટી વિભાગ-1ના નાયબ કલેક્ટર કુંજન કે.શાહને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરા શહેરના પ્રાંત અધિકારી વિજય પી. પટ્ટણીની અમરેલી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના તળાજાના પ્રાંત અધિકારી દક્ષેશ કુમાર પી.મકવાણાને વડોદરા શહેરના પ્રાંત અધિકારી બનાવવામાં આવ્યા છે. વડોદરા કલેક્ટર કચેરીની જમીન સુધારણાં શાખામાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતાં ખ્યાતી એસ. પટેલને સુરતમાં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સરદાર પટેલ લોકપ્રસાશન નાયબ નિયામક તરીકે નિમણૂંક આપવામાં આવી છે. વડોદરા ગ્રામ્યના પ્રાંત અધિકારી રાજેશ કુમાર એસ. ઠુંમર (જી.એ.એસ. સ્કીલ)ને ગાંધીનગર સચિવાલયમાં સેવા, સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂંક આપવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કીલ) વર્ગ-1ના 2019 બેન્ચના સિધી ભરતી અજમાયસી 4 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા તાલુકા ધોળકાના પ્રાંત અધિકારી કુમારી સીધ્ધી ડી. વર્માને અમદાવાદ સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1ના નાયબ કલેક્ટર તરીકે, ભાવનગર જિલ્લાના જેસર તાલુકા મહુવાના પ્રાંત અધિકારી વિકાસ કુમાર ડી. રતાળાની ભાવનગર જિલ્લાના તળાજાના પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પાદરા તાલુકાના વઢદરા ગ્રામ્યના અધિકારી શ્રદ્વા વી. શ્રીમાળીની વદઢદોરાના પ્રાંત અધિકારી તરીકે જ્યારે કચ્છ જિલ્લાના ભચાઉના પ્રાંત અધિકારી જય કુમાર જે. રાવલ અંજારના પ્રાંતના અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સ્પીપાના નાયબ નિયામક એસ.એચ. વર્માને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સુરત કચેરી ખાતે ફરજ બનાવાની પણ તાકીદ કરવામાં આવી છે.