વિદ્યાર્થીની દરેક પરીક્ષા મહત્વની છે : શ્રેષ્ઠ પરિણામ મેળવા હંમેશા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે
શિક્ષણમાં વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિસિપ્લિન અને સેલ્ફ મેનેજમેન્ટ કેળવવું જરૂરી
શિક્ષણ અંદર હંમેશા વિદ્યાર્થીઓ મુખ્ય કેન્દ્ર માં રહેતા હોય છે ત્યારે વિદ્યાર્થી ને ઉત્તમ શિક્ષણ મળે તેવા હેતુસર વાલીઓ તેમને સારી શાળા અને સારા કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા મોકલતા હોય છે.ત્યારે ઘણી વખત ખાનગી શાળામાં એક સમૂહ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘણી વખત ક્યાંક કશું શીખવામાં રહી જતું હોય છે ત્યારે જે રહી જતું હોય છે તે અભ્યાસક્રમ ને કોચિંગ કલાસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ ની દરેક પરીક્ષા મહત્વપૂર્ણ હોય છે એ સમજીને કોચિંગ ક્લાસના સંચાલકો હંમેશા વિદ્યાર્થી પાછળ સારા પરિણામ માટે મહેનત કરતા હોય છે. અત્યારે સૌરાષ્ટ્ર એકેડેમી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો અભ્યાસને લઈ તેમ જ પોતાના જીવનની અંદર કરિયરમાં કઈ રીતે આગળ વધે તેની પાછળ હંમેશા કાર્યરત રહેવા માટે તેઓ તત્પર રહે છે. તેમજ બાળકની અંદર પરીક્ષાનો હાઉ દૂર કરવા પાછળ તેઓ હંમેશા પ્રયાસ કરતા હોય છે
આજે કોચિંગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રમાં આગળ વધારવા પાછળ મહેનત કરવા સાથે જ તેની સાચી દિશામાં તેને અભ્યાસ કરવો તે પાછળ પણ તેઓ તેને પ્રેરતા હોય છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને આજે ફોરેન એજયુકેશન મેળવવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે પણ ક્લાસીસમાં જતા હોય છે ત્યારે આજે ક્લાસીસના સંચાલકો દ્વારા તેમને સાચો માર્ગદર્શન આપવામાં આવતો હોય છે અને તેમના જીવન અંદર તેઓ આગળ કંઈક નવી જ નવી પ્રગતિ કરે તે માટે હંમેશાં કાર્યરત રહે છે અને સાચું માર્ગદર્શન આપતા હોય છે.
ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓ આઈઆઈટી જેવા ફિલ્ડમાં ઝંડા ગાડી રહ્યા છે. ત્યારે તેની પાછળ ક્યાં કોચિંગ ક્લાસીસ વાળા નો મહત્વનો ફાળો રહ્યો છે ગુજરાતના ટોપર આજે આઈઆઈટીમાં જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના બાળકો પણ ઝળહળતા હોય છે. ત્યારે કહી શકાય કે બાળકોની અંદર શિક્ષણની અપૂર્ણતા ને પુર્ણ કરે છે કોચિંગ કલસીસ
બાળકમાં રહેલી અપુર્ણતા ને પૂર્ણ કરે છે કોચિંગ કલાસીસ : પ્રકાશ કરમચંદાણી ( પ્રેસિડેન્ટ)
બાળક સાથે આત્મિયતા કેળવીને તેના જીવન નું ઘડતર કોચિંગ કલાસ માં કરકવામાં આવે છે.બાળકમાં રહેલી અપુર્ણતા ને પૂર્ણ કરે છે કોચિંગ કલાસીસ. વિધિયાર્થીઓ શાળા માં જે પ્રશ્ન મુંઝવતા હોય છે તે કોચિંગ ના શિક્ષક સમક્ષ રજુ કરવામાં સંકોચ અનુભવતા નથી કારણ કે કલાસીસ નો સંચાલક પોતે શિક્ષક છે.તેના પ્રશ્નો નું સરળતા થી નિરાકારણ કરવામાં આવે છે. વિદ્યાર્થી પોતાના ક્લિયર કરે છે.
ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થી સરવાળા બાદબાકી ભૂલી ગયો છે તેમજ તેના ડાઉટ ક્લિયર થઈ શકતા નથી વિદ્યાર્થીને લખવામાં સ્પીડ ઘટી ગઈ છે. ઘણી બધી તકલીફ ઓનલાઇન શિક્ષણને પગલે વિદ્યાર્થી માં જોવા મળી રહી છે. ખાનગી કોચિંગ ક્લાસીસ નો શિક્ષક વિદ્યાર્થીને સંપૂર્ણ શિક્ષણ પુરુ પાડી રહ્યા છે. આ કારણોસર કોરોના બાદ ખાનગી ક્લાસીસ નું મહત્વ વધ્યું છે.
વિદ્યાર્થીને જે પણ વિષય માં તકલીફ હોય ત્યાં કોચિંગ ક્લાસ ના શિક્ષકો પાસેથી તેની પાછળ મહેનત કરાવવા ખડે પગે રહે છે. ગણિત, સાયન્સ, કેમેસ્ટ્રી ,ફિઝિક્સ જેવા વિષયો પર બાળકો વધારે ફોકસ કરી ક્લાસ રખવતા હોય છે પરંતુ આ સિવાયના બધા જ વિષયો નું બરાબર બાળકોને અભ્યાસ પૂરું પાડવા માટે કોચિંગ ક્લાસ તત્પર રહે છે. ખાનગી શાળાઓ દ્વારા જે ફ્રી વસૂલવાની ફરિયાદો વાલીઓ તરફથી આવી હતી એવી ખાનગી કોચિંગ ક્લાસ ના કોઈપણ સંચાલક સામે હજુ સુધી અમે લોકોએ સાંભળી નથી વધારે લઈ રહ્યા છે તેવી અથવા પી માં વધારો કર્યો હોય તેવી અમારો માત્ર એક જ ધ્યેય છે બાળકને સંપૂર્ણ શિક્ષણ મળી રહે
બાળક શ્રેષ્ઠ પરિણામ મેળવે એ દિશા તરફ અમારો ધ્યેય રહે છે : હાર્દિક ચંદારાણા (સેક્રેટરી)
બાળકને જે વિષયમાં સમસ્યા રહે છે તેની પાછળ હંમેશાં કોચિંગ ક્લાસ મહેનત કરવા તત્પર રહે છે. બાળકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ રહે છે જેવી કે વિષય માં ટોપિક શીખડાવી તેને રિવિઝન કરવાનું તો કોઈ ની ઉપર પર્સનલ અટેન્સન રાખવું પડે છે. અમે બાળકની રીઝલ્ટ પાછળ મહેનત કરી અને રિઝલ્ટ શ્રેષ્ઠ લઇ આવવાના પ્રયાસ કરતા હોય છીએ. ખાનગી શાળા માં ગ્રુપમાં બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે એજ સમાન રીઝલ્ટ આવવાની શક્યતા ઓછી રહે છે ત્યારે ખાનગી કોચિંગ ક્લાસીસ બાળકના પરિણામો પાછળ ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઓનલાઈન માં બાળકોને ઘણા પ્રશ્ન ઉભા રહ્યા છે જેવા કે ઘણા વિદ્યાર્થીઓ પાસે ગેજેટ પણ ન હતા. ક્યાંક ઓનલાઇનમાં એજ્યુકેશન મેળવતા બાળકને ડિસિપ્લિન કેળવવા પાછળ નિષ્ફળતા જોવા મળી છે. ત્યારે આ જે બે બાળકનુ બગડ્યું છે તે પૂછ્યું ક્લાસીસ વાળા ખડે પગે સુધારી રહ્યા છે બાળકો પ્રોફેશનલ કોર્સ આગળ કરવા ઈચ્છતા હોય છે તે માટેના જે વિષયો છે તેના પર વધારે ધ્યાન રાખી અને ક્લાસ રખાવે છે.
કોચિંગ ક્લાસ માં બાળક પાસે ફોલોઅપ વર્ક કરાવવામાં આવે છે. વાલી અમારી પાસે બાળક ને છોડી જતા હોય છે ત્યારે અમે હંમેશા બાળકમાં ઇમ્પ્રૂવમેન્ટ લઈ આવવા પાછળનાં પ્રયાસો કરી પરિણામ શ્રેષ્ઠ લઈ આવતા હોય છે. કોચિંગ ક્લાસીસ ની પર્સનલ ટ્યુશન ની ફીઝ થોડીક વધારે હોય છે બાકી ખાનગી શાળાઓ કરતા કોચીંગ ક્લાસની થી ઓછી હોય છે. સૌરાષ્ટ્ર એકેડેમિક એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થી કોરોના માટે તેના વાલી ગુમાવ્યા છે તેને નિ શુલ્ક શિક્ષણ આપીશું.
વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિસિપ્લિન કેળવવું અત્યંત મહત્વપૂર્ણ બાબત છે : રજનીશ શ્રીવાસ્તવ (એકેડેમી હેડ એલન , રાજકોટ)
શિક્ષણમાં સમય સમયે કોમ્પિટિશન હંમેશા જોવા મળે છે.કોમ્પિટિશન લેવલ દરેક વખતે વધારે થતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓને વધુ શ્રેષ્ઠ પરિણામ મેળવવા પાછળ મહેનત કરવા માટે કોચિંગ ક્લાસ તત્પર હોય છે. ગોવિંદભાઈ આપણને ખ્યાલ આવ્યો કે ક્લાસરૂમમાં જઈ શિક્ષણ મળે છે તે શ્રેષ્ઠ રહ્યું છે ઓફલાઈન ક્લાસીસમાં વિદ્યાર્થી અને સીધો સંવાદ થતો હોય છે દાઉદ કાઉન્ટર શરૂ રહે છે જેથી વિદ્યાર્થીઓને સમસ્યાઓનું સમાધાન તાત્કાલિક મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિસિપ્લિન શીખડાવવું એ મહત્વની વાત છે.
સેલ્ફ મેનેજમેન્ટ કેળવશે તો તે અભ્યાસમાં પણ શ્રેષ્ઠ પરિણામો લાવી શકે છે. એલન રાજકોટમાં આવ્યું ત્યારબાદ સૌરાષ્ટ્રમાંથી સરેરાશ દર વર્ષે 15 વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં મોકલે છે. આઈઆઈટી કોર્સ ની જાગૃતતા ગુજરાતમાં હવે આવી રહી છે. વિદ્યાર્થીઓ હોશે હોશે આઇટીઆઇમાં અભ્યાસ કરવા પહોંચે છે અને સારા નંબરે પાસ થઈ ટોપર બને છે. આઈઆઈટી અભ્યાસ કરવા માટે સમય સમયે વિષયને વાંચવાનું અને અભ્યાસને આગળ વધારવાનું જેથી આઈઆઈટી સરળતાથી પાસ કરી શકાય છે.
હેલ્થકેર અને સાયકોલોજી માં વિદેશ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે : કિરણ મારડીયા (કેરિયર કાઉન્સેલર )
ફોરેન એજયુકેશન મેળવવા વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ બાદ છેલ્લા બે વર્ષથી હેલ્થ કેર સેકટર માં વધારે પગ પ્રસરી કરી રહ્યા છે. જનરલ બિઝનેસ મેનેજમેન્ટ , સપ્લાય ચૈન મેનેજમેન્ટ ,ઇન્ટરનેશનલ બિઝનેસ ટ્રેડ પોલિસી એચઆર કોર્સ કરવા વિદ્યાર્થીઓ વિદેશ જવા ઉત્સુક રહે છે. પોર્ન વિદેશ ભણવા જવાબ પાછળના વિદ્યાર્થીઓનો ઘણા કારણો છે જેવા કે તેમને એક્સપોઝર વધારે મળે છે ત્યાં સ્ટડી સાથે પ્રેક્ટીકલ નોલેજ પણ મળે છે.તેમજ જોબ માટે ની મોટી તકો મળે છે.
ધોરણ 12 પછી વિદ્યાર્થી વીદેશમાં ડિપ્લોમાના કોર્સ વધારે કરે છે જેની વાર્ષિક ફી 7 થી 8 લાખ હોય છે. બેચલર કોર્ષ ની ફીસ સરેરાશ 12 થી 13 લાખની હોય છે. માસ્ટર કોર્સ કરવા જતાં વિદ્યાર્થીની ફી 15 થી 17 લાખ થતી હોય છે. ફાઇનાન્સિયલ સપોર્ટ માટે એજ્યુકેશન લોન વિદ્યાર્થી ને સરળતાથી મળી જતી હોય છે. કોવિડ બાદ ફોરેન એજયુકેશન મેળવવા માટે વિદ્યાર્થીઓ માં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલ્થ સેકટર માં વધુ તકો જોવા મળે છે તે કારણસર જતા હોય છે
સ્પર્ધાત્મક પરીક્ષા જનસેવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ :મૌલિક ગોંધીયા ( ICE ડીરેકટર)
સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 7 માં 8 ધોરણથી તૈયારીઓ કરવાની શરૂ કરી દેવી જોઈએ.વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા ને લઈને જાગૃતતા હોવી જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષા એવું છે જ્યાં કોઈ બહુ મોટા ખર્ચ રહેતો નથી અને હશરયશિંળય માટે તમે સિક્યોર થઈ જતા હોય છે પ્રભાત મક પરીક્ષા પાસ કરી વિદ્યાર્થી સરકારી અધિકારી સાથે લોકોની સેવા કરવા નો લાભ મેળવે છે.
જનસેવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે સરકારી નોકરી. પુના માં આપણે જોયુ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે તેઓએ સેવા પૂરી પાડી હતી. વિદ્યાર્થી નો મોટો પ્રશ્ન હંમેશા એ રહે છે કે સરકારી નોકરી મેળવવા પાછળ તેને કયા વિભાગની ને કે આ વર્ગની નોકરી ની તૈયારી કરવી તૈયારીઓ ક્યારથી શરૂ કરવી શું વાંચવાનું રહે છે આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ અમારા દ્વારા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને સો ટકા સફળ બનાવવા માટેની તૈયારી કરાવવા સ્પર્ધાત્મક પરીક્ષા ના કોચિંગ ક્લાસ ખડે પગે મહેનત કરે છે.ખાસ તો ફેકલ્ટી ઉપર અમે વધારે ધ્યાન કેન્દ્રિત કરી છે જે વિદ્યાર્થીઓને સારું અભ્યાસ પૂરુ પાડે ઓછા સમયની અંદર ઝડપથી તૈયારીઓ પૂરી કરવા અને સચોટ માર્ગદર્શન સાથે અમે કાર્ય કરતા હોય છે.