મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે પુરૂષ તુલનામાં મહિલા આજે શિક્ષણ અગ્રેસર છે ત્યારે પ્રોત્સાહનની તાતી જરૂર
જ્યારે વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવીએ છીએ. અગાઉ મહિલાઓ પોતાના હકમાં ઓછું બોલતી હતી તે આજે 21મી સદીની સ્ત્રીને પોતાની શક્તિને ઓળખી લીધી છે. પોતાના અધિકારો માટે લડવાનું શીખી લીધું છે. આજની મહિલાઓએ સાબિત કરી દીધું છે કે દરેક ક્ષેત્રમાં મહિલા સક્ષમ બની છે. પરંતુ હજુ આજે પણ સામાજીક પડકારોનો સામનો કરતા-કરતા આર્થિક કટોકટી વચ્ચે બાળકોને ઉછેરવા પોતાના પરિવારની જવાબદારી નિભાવતી સ્ત્રી પોતાનું અસ્તિત્વ ક્યાંક-ક્યાંક ખોઇ બેઠી છે.
સ્ત્રી સશક્તિકરણએ શબ્દ મને કાનમાં ખૂંચે છે. સ્ત્રી પોતે શક્તિનું જ સ્વરૂપ છે તો એને બહારથી કોણ શક્તિ આપવાનું ? તેને તો ફક્ત થોડો વાયરો આપવાની જરૂર છે. સ્ત્રીએ પોતાની શક્તિ જાણી પીછાણી રાખ ખંખેરી ઉભા થવાનું છે. કદાચ સ્ત્રીને સાસરીયા કે સમાજ તમને આજ સુધી દેવી સ્વરૂપે નહીં સ્વીકારી હોય પણ પોતાની જાતને દેવી તરીકે માની અનુભવી માનભેર તૈયાર થવાનું છે. અત્યારે જ્યારે દિકરીના લગ્ન થાય છે ત્યારે પિતા તેમને કરિયાવરમાં સોના-ચાંદી, કપડા, લગ્ન પ્રસંગે બહુ જ રૂપિયા ખર્ચે છે પરંતુ આજના સમય આ બધી વસ્તુની જરૂર નથી.
એક પિતાએ એવો વિચાર કરવાનો કે પોતાની દીકરી ભવિષ્યમાં કોઇ દિવસ લાચારના બને તે માટે દિકરીને ભણાવીને પગભર કરવી અથવા કોઇપણ કલાકારીગીરીમાં માહિર કરવી કે તે પોતાની આત્મનિર્ભર રીતે જીવન જીવી શકે તેમની પોતાની મિલકત વારસા ધરાવતી હોય તે રીતે સમૃદ્વ તેમને કોઇ દિવસ લાચારી અને પુરૂષ શક્તિનો સામનો ના કરવો પડે કોઇપણ કપરા સમય સંજોગોમાં તે હિંમત હારે નહિં અડીખમ ઉભી રહે, ક્યારે પણ કોઇ કારણનો ભોગ બની દીકરીને દોડીને મા-બાપ કે ભાઇ પાસે હાથ લંબાવીને દયાને પાત્ર બનવું ના પડે સ્ત્રી શક્તિ છે, તાકાત છે, તે મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. અત્યારે હવે 21મી સદીમાં પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રી હવે માથુ ઉંચુ કરવાની જરૂરી પડી છે.
હજુપણ લગ્નજીવન ટકાવી રાખવા માટે સ્ત્રી કંઇને કંઇ રીતે ત્રાસ સહન કરતી હોય છે. જ્યારે અત્યારે પુરૂષ વર્ગ, પ્રાશ્ર્વસાય સંસ્કૃતિ, મૈત્રીકરાર અને વ્યસન તરફ વધુ પ્રમાણમાં વળ્યો છે ત્યારે ઘણા પરિવાર ભોગનું કારણ બન્યા છે ત્યારે સ્ત્રી એક લાચાર બની પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને બાળકોને જવાબદારી સંભાળવા લાચાર બને છે. વ્યસનએ આજે સમાજ એવું દૂષણ થઇ ગયું છે. તેને નાથવું મુશ્કેલ બન્યુ છે. તેમને કારણે અત્યારે છૂટાછેડાના કેસોમાં પણ વધારો થયો છે. કોઇને કોઇ કારણોસર સ્ત્રીને અત્યાચાર સહન કરી રહી છે. આ બધા કિસ્સા બાળકના માનસિકતા પર બહુ મોટી અસર કરે છે. બાળક હતાશા અનુભવે છે.
આ સિવાય પણ સ્ત્રીને તરછોડવા રોજ બરોજ નવા કિસ્સા સમક્ષ આવી રહ્યા છે તો શું સ્ત્રી એટલી લાચાર છે? કે પોતે પોતાના સ્વમાન માટે લડી શકતી નથી. સ્ત્રી ક્યારેક સમાજની બીકને કારણે પણ પોતાની વ્યથાને કોઇ સમક્ષ રજૂ કરી શકતી નથી તે પોતે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જવા ડરે છે એવા ઘણા કિસ્સા છે જેમાં સ્ત્રી પોતાના હક ખૂલ્લીને બોલી શકતી નથી. 2005માં ઘરેલુ હિંસાના કાયદા પ્રમાણે કોઇ મહિલા હિંસાખોર સાથે લોહી સંબંધ, લગ્ન સંબંધ, સંયુક્ત કુટુંબમાં સભ્ય તરીકે સાથે રહેતી હોય તેવી બહેનો, વિધવાઓ, માતાઓ, અપરિણીત મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે.
આ કાયદામાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ફરિયાદી દાખલ કરી શકે આ કાયદામાં કાર્યવાહીના કોઇપણ તબક્કે મેજિસ્ટ્રેટ વચગાળાનો હુકમ પણ કરી શકે છે. રક્ષણ અધિકારીને જરૂરી લાગે તો પોલીસની મદદ લઇ શકે છે. પરંતુ હજુ પણ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્ત્રી પર થતા જાતિય, શારીરીક, માનસિક, કોઇપણ અત્યાચાર સામે ફરિયાદ કરી શકે છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્ત્રીને ભરણપોષણ તેમજ જો તેમને રહેઠાણ માટે મકાન ભાંડુ તેમજ બાળકનો ભણતર સહિત તમામ ખર્ચ તેમજ તે સંપતિની હકદાર હોય તો તેમનો કબ્જો પણ અપાવે છે.
તદ્ઉપરાંત સ્ત્રી કોઇ જ આધાર કે રહેઠાણ ના હોય તો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જે સૌરાષ્ટ્ર એકમાત્ર રાજકોટમાં યાજ્ઞિક રોડ ખાતે કાર્યરત નારી સંરક્ષણ ગૃહમાં ઘરેલુ હિંસાથી ત્રસ્ત થયેલી સ્ત્રીને ત્યાં રહેઠાણ આપવામાં આવે છે. મારી સંરક્ષણ ગૃહમાં 18 થી 59 વર્ષની ઉંમરની મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. જો સ્ત્રીને જો બાળક 6 થી 14 વર્ષનો સંતાન ધરાવતા હોય તો તેમને ગૃહ ખાતેથી બાળ સુરક્ષા સંસ્થામાં મુકવામાં આવે છે. ત્યાં બાળકના સંર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવે છે. તદ્ઉપરાંત નારી સંરક્ષણ ગૃહમાં દર મહિને કલેક્ટર મુલાકાત લે છે.આ સિવાય પણ 181 વુમન હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી શકે છે.
ડંકો વાગ્યો કાનૂનનો શૂરા જાગજો રે કાયર ભાગજો રે: ભાવનાબેન જોષીપુરા
‘અબતક’ સાથેની વાતચીતમાં રાજકોટના પ્રથમ મહિલા મેયર તેમજ અનેક સામાજીક સંસ્થા સાથે સંકળાયેલા અને વકીલ ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે અત્યારે દિકરીનો જન્મ દર બહું નીચો બન્યો છે. આપણી સંસ્કૃતિ બહુ જ મજબૂત છે. પરંતુ કાળક્રમમાં જે ફેરફાર આવ્યા તેને કારણે સ્ત્રીનું પોષણ થયું અને અન્યાય થાય તે માટે સુરક્ષાના કાયદાના અસ્તિત્વમાં આવ્યા તેમજ વન સ્પોટ સેન્ટર સિવિલમાં ચાલવામાં આવે છે. સ્ત્રી માટે રક્ષણાત્મક જોગવાઇ કરવામાં આવે છે. સ્ત્રીને શું જરૂર છે. એ માત્ર પતિ એમ કહે કે હું તારી સાથે છું, તુ ચિંતા શું કરેશે તો કોઇ સ્ત્રી (પત્નિ) કેસ ના કરે સ્ત્રી માટે કેન્દ્ર કાર્યરત છે. અત્યારે લીવઇન રિલેશનને જે માન્યતા મળી છે તેને કારણે અને બીજું મુખ્ય કારણ વ્યસનએ લગ્નજીવનમાં તિરાડ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેને કારણે સ્ત્રીને અત્યાચાર અને હિંસાનો ભોગ બને છે. અમારી સંસ્થા દ્વારા સ્વાલાંબી સુખી પરિવાર અભિયાન અને કાનૂની અભિયાન ચલાવવામાં આવે છે. “ડંકો વાગ્યો કાનૂનનો શૂરા જાગજોરે, કાયર જાગજોરે” અમારી પાસે આવા 2 કલાકે એક ફોન આવતો આ બધી સમસ્યાને કારણે બાળકના સંસ્કાર પર ક્યાંક-ક્યાંક ઉણપ જણાય છે. એ માટે હવે ખૂબ જાગૃત થવાની જરૂર છે.
ઘરેલુ હિંસાની દર મહિને 40 થી 50 કેસ દાખલ કરીએ છીએ:
જનકસિંહ ગોહેલ
‘અબતક’ સાથેની વાતચીતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.જનકસિંહ સી. ગોહિલએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાનો ભોગ બનેલ સ્ત્રીને ન્યાય આપવા માટે ખૂબ સરસ કાયદો છે. રોજબરોજ નાનામાં નાના અત્યાચાર ઘરેલું હિંસાનો ભાગ છે. તે માટે પ્રોટેક્શન ઓફિસરની નિમણૂંક કરી છે. સ્ત્રી સામાન્ય રીતે પોલીસ સ્ટેશન જતા બીક અને ડર અનુભવતી હોય છે ત્યારે ઘરેલુ હિંસાની ભોગ બનેલ સ્ત્રી તમામ ન્યાય આપવાની જવાબદારી પ્રોટેક્શન ઓફિસરની હોય છે.
ઘરેલુ હિંસામાં ફરિયાદ કરે છે. તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તો નામદાર કોર્ટ તેમના જ ઘરમાં રહેવાનો હુકમ કરે છે. ભરણપોષણ, બાળકના અભ્યાસ તેમજ નાના-મોટા ખર્ચાની માંગણી કરી શકે તદ્ઉપરાંત પણ અલગ રીતે સ્ત્રીને જો હેરાન કરવામાં આવતી હોય તો તેમને નામદાર કોર્ટ સુરક્ષા પણ પુરૂં પાડવામાં આવે છે તેમજ બાળકની કસ્ટડી પણ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં મહિનામાં 40 થી 50 ફરિયાદ ઘરેલુ હિંસાની દાખલ કરે છે. આ સિવાય ઘણા એવા કિસ્સા આવે છે પરંતુ તેમા ફરિયાદ કરવાની જરૂર પડતી નથી. તે સામાન્ય કાઉન્સીલનથી સમાધાન થઇ જતું હોય છે. જ્યાં સમાધાન શક્ય નથી તેવા વર્ષે 400 થી 500 કેસો અમારી પાસે હોય છે.