અબતક, નવીદિલ્હી
ડિજિટલ કરન્સી ને લઇ વિશ્વ આખું ચિંતાતુર બન્યાં છે કે આ કરન્સી માન્યતા કેવી રીતે આપી શકાય ત્યારે ભારત દેશ માટે ખૂબ જ સારા સમાચાર છે જેમાં આગામી બેથી ત્રણ વર્ષમાં 10 કરોડથી વધુ લોકો ક્રિપ્ટો કરન્સી ધારણ કરતાં થઈ જશે અને તેના માટે નવીનતમ ટેકનોલોજીની સાથે બ્લોકચેનને પણ ઉભુ કરવામાં આવશે. ડિજિટલ કરન્સી યુઆનના તજજ્ઞોનું માનવું છે કે ભારતમાં ક્રિપટોનું મહત્વ ખૂબ જ વધ્યું છે સાત સાત આ સિસ્ટમને વધુ અમલી બનાવવા માટે એક હજારથી પણ વધુના ચાર ટોપ પ્રોજેક્ટ અમલી બનાવાશે અને ટેકનોલોજી ને અપનાવી બ્લોકચેન પણ ઉભુ કરાશે.
ભારત દેશમાં ક્રિપ્ટોનું મહત્વ અનેરૂ: નવા સ્ટાર્ટઅપ થકી બ્લોકચેન ઉભા કરવામાં આવશે
આંકડાકીય માહિતી મુજબ ભારત દેશમાં દોઢ કરોડ લોકો ક્રિપ્ટકરન્સી નો ઉપયોગ કરી રહ્યા છે જે આગામી વર્ષોમાં 6 બિલિયન સુધી પહોંચી જશે તેનો મતલબ એ છે કે તોને ભારત દેશમાં માન્યતા પણ મળશે એટલું જ નહીં ક્રિપટોની વિશ્વસનીયતા પણ વધતી જોવા મળશે. ત્યારે ક્રિપટો માટે સાનુકૂળ સ્થિતિ ઉદ્ભવે તેને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા આ અંગેનું બિલ સંસદમાં રજૂ કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સંપર્ક સૂત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે સરકાર ક્રિપટોએ એક્સચેન્જ રૂપે નહીં પરંતુ મિલકત રૂપે માન્યતા આપી શકે છે. સાથોસાથ સરકાર પણ ક્રિપ્ટકરન્સી ને ઇન્કમટેક્સના ડાયરામાં લેવા માટે સતત વિકાસ કરી રહ્યું છે જેના કારણે સરકારને આ મુદ્દે થી આવક થઈ શકે.
ક્રિપટો ની અમલવારી કરવા માટે સરકારે અનેકવિધ વિકાસ લક્ષી પગલાઓ લેવા પડશે અને કોઈ પણ બદલાવ લાવવા માટે પૂર્ણ તૈયારી પણ રાખવી પડશે ત્યારે આવનારા સમયમાં ક્રિપટો નું બજાર ખૂબ જ મોટું જોવા મળી રહ્યું છે અને લોકો પણ તેને સ્વીકારતા થઈ ગયા છે હાલના તબક્કે વિશ્વના અનેક દેશોમાં ક્રિપટો ને જે માન્યતા મળવી જોઈએ તે મળી શકી નથી પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે ક્રિપટો માં રોકાણ કરનારા રોકાણકારોને વળતર ખૂબ મોટી માત્રામાં મળતું હોય છે સામે જોખમનું પ્રમાણ પણ વધુ હોવાના કારણે જે સ્થિતિ નિર્માણ થવી જોઈએ તે એ છે કે સરકારે જે નીતિ નિયમોને અમલી બનાવવા પડે તે ન થતા અનેક પ્રશ્નો ઉદભવી થયા હતા ત્યારે હવે સરકાર આ દિશામાં સતત ચર્ચા વિચારણા કરી રહ્યું છે અને ક્રિપટો એ નિયમોમાં અને નિયંત્રણમાં લાવવા માટે મહેનત કરી રહ્યું છે.