બોટાદના પ્રાંત, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ બદલાયા
અબતક, રાજકોટ
રાજ્યમાં બદલી અને નિમણૂંકનો દૌર ચાલુ છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 (જૂનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 23 અધિકારીઓની બદલી કરી છે, જ્યારે સામાન્ય વહિવટ વિભાગના 22 ઓક્ટોબર, 2022ના હુકમથી પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક ફાળવવામાં આવેલ 2019ના સીધી ભરતીના ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 (જૂનિયર સ્કેલ)ના 8 અજમાયશી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
જે 23 અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ડી.એન.સતાણી (બોટાદ પ્રાંત અધિકારી), આર.એન. ગાબાણી (વહીવટી અધિકારી અને એસ્ટેટ મેનેજર ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર), યોગેશ પી.જોશી (ડાંગ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી), ગીતાંજલી જી. દેવમણી (સાબરકાંઠા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી), ડી.એમ. પટેલ(મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી), આર.બી. ચૌધરી (મહિસાગર જિલ્લાના નાયબ અધિકારી), કે.કે.પટેલ (દાહોદ જિલ્લાના નાયબ જિલ્લા અધિકારી), એસ.એમ.વસાવા (નર્મદા જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), ટી.એમ. મકવાણા (બોટાદ જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), આઈ.વી. દેસાઈ (સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), અમિત ચૌધરી (તાપી જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), આઈ.પી. પટેલ (વલસાડ જિલ્લાના નાયબ વિકાસ અધિકારી),કૈલાસબેન નિનામા (નવસારી જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), આર.બી. ખરાડી (મહેસાણા જિલ્લાના નાયબ જિલ્લા અધિકારી), ડી.જે. વસાવા (વલસાડ જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), ધર્મેશ મકવાણા (આણંદ જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), ઈશ્ર્વરભાઈ પ્રજાપતિ (ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નાયબ સચિવ), ચંદ્રેશ રાઠવા (અમરેલી જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), નિમિષ પટેલ (વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરના મદદનીશ વિકાસ અધિકારી), સી.એન.ભાભોર (પંચમહાલ જિલ્લાના નાયબ વિકાસ અધિકારી), એ.આર. વસાવા (વડોદરા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી), નિકુંજ કે.પરીખ (બનાસકાંઠા જિલ્લ્લાના નાયબ વિકાસ અધિકારી) અને એ.જે. પટેલ (સુરત જિલ્લાના નાયબ વિકાસ અધિકારી)ની બદલી તથા નિમણુંક કરવામાં આવી છે.
આ ઉપરાંત અંકિત ગોહિલ, પિયુષ પટેલ, બ્રિજેશ કાળરિયા, ઈશિતા મેર, સુરત બારોટ, વિક્રમસિંહ ભંડારી, અશોકકુમાર ડાંગી અને ભવ્ય નિનામા સહિત આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંક આપવામાં આવી છે.
આ અંગે જે તે વિભાગના અધિકારીઑને પરિપત્રથી જાણ કરવામાં આવી છે સાથે જ નિમણૂક હેઠળના અધિકારીઑના નિયંત્રણ અધિકારીઑએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી નિમણૂકની જગ્યાએ હાજર થવા ઓર્ડર આપી દેવાયા છે.
મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો કરવામાં આવી હતી જેમાં રાજ્યના ૠઅજ કેડરના ક્લાસ-1 ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જ્યારે આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વાર રાજ્યમાં વહીવટી કેડરના 16 અધિકારીઓને ઈંઅજ તરીકે બઢતી મળી હતી. જેને લઈને પ્રમોશન મળતા અધિકારીઓના પરિવાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.