ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઉદ્યોગ, કૃષિ, આરોગ્ય સહિતના તમામ ક્ષેત્રે વધુ ગતિશીલ બની રહ્યું છે: દીપક મદલાણી
રાજકોટ જીલ્લા વ્યાપાર સેલના ક્ધવીનર દીપક મદલાણીએ ભાજપની રાજ્ય સરકારની કાર્યપ્રણાલી વિશે પોતાનો ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને વધુ ઊંચાઈઓ મળે એવા પ્રયાસ હાથ ધર્યા છે. આમ તો સર્વાંગી વિકાસ તરફ નવા મુખ્યમંત્રીનું લક્ષ્ય છે. એમાં પણ ઉદ્યોગ, આરોગ્ય અને કૃષિને વધારે પ્રાધાન્ય અપાયું છે એ આવકારદાયક છે.
દીપક મદલાણીએ જણાવ્યું હતું કે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વિકાસયાત્રાને વધારે વેગવાન બનાવી છે અને વ્યક્તિગત સંબંધો કે વ્યક્તિગત લાભાલાભથી પર રાજ્યની પ્રજાનો, ગુજરાત રાજ્યનો વિકાસ થાય એ દિશામાં એમની સરકાર આગળ વધી રહી છે. ગુજરાત આજે વિશ્વના અનેક દેશોની કંપનીઓ માટે અગ્રતા ક્રમે આવતું રોકાણ સ્થળ છે. આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2022 માં પણ વાઈબ્રન્ટ સમીટ યોજાઈ રહી છે .
આગામી વાઇબ્રન્ટ સમિટ 2022 આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે યોજાશે.આગામી જાન્યુઆરી 2022 માં છે. 10 થી 12 દરમ્યાન યોજાનારી આ 10 મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ
ઉદ્યોગકારોએ રૂ.14003.10 કરોડના સુચિત રોકાણો અંગેના 12 જેટલા એમઓયુ ગાંધીનગરમાં થયા હતા આ સુચિત રોકાણોથી શરૂ થનારા ઉદ્યોગોમાં આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળી એમ 28,585 લોકોને નવા રોજગાર અવસર પ્રાપ્ત થશે. પહેલાં વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ , તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન – મંથન પણ થાય છે. નેટવર્કીંગ અને નોલેજ શેરીંગ પણ થાય છે. આ ઇવેન્ટના માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતે વર્લ્ડક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. આ જ વિરાસતને આગળ ધપાવી ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ -2022 નું આયોજન કર્યું છે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફટ સિટીની મુલાકાત લઇને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી . ગિફટ સિટીમાં જે નવા પ્રકલ્પો હાથ ધરાઇ રહ્યા છે તેમાં મુખ્યત્વે બુલિયન એક્સચેન્જ, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટીવીટીઝ , ફિનટેક હબ, ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર , ડેવલપીંગ ઓફ શોર ફંડ બિઝનેસ અને સુચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી . અત્યંત રસ પુર્વક ભુપેન્દ્રભાઈએ આ વિગતો જાણીને નિયત સમયમાં એ પૂર્ણ કરવા સૂચના આપી હતી.