મીરાબેન ભટ્ટના વ્યાસાસને યોજાનાર કથા દરમિયાન મહાપ્રસાદ ફરાળ સહિતની વ્યવસ્થા સાથે વિવિધ પ્રસંગોની ઉજવણી તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ રામચરિતમાનસ મંદિરે પૂ. રણછોડદાસજી બાપુ તથા પૂ. હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી વસંતપંચમી તા.5-2 થી તા . 11-2-2022 સુધી 108 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. જેમા વ્યાસાસને ભાગવત કથાકાર પૂ . મીરાબેન ભટ્ટ આગવી શૈલીમા કથાશ્રવણ કરાવશે.ભાગવત કથામાં રામજન્મ , કૃષ્ણજન્મ , રુકમિણિ વિવાહ , ગિરિરાજ ઉત્સવ , અન્નકૂટ મહોત્સવ વગેરે પ્રસંગો ધામધૂમથી ઉજ્વાશે. તેમજ કથાસ્થળે શ્રીનાજીની ઝાંખી, લોકડાયરો વગેરે યોજાશે કથા શ્રવણનો સમય સ્વારે 9-00 થી 1-00 નો રહેશે.આ આયોજન પૂ.ગુરુદેવ મહામંડલેશ્વર હરિચરણદાસ્જી મહારાજની પાવન ઉપસ્થિતિમા થશે. રામચરિત માનસમંદિરના વિશાળ સંકુલમા આયોજીત આ ભાગવત સપ્તાહમા કથાની 108 પોથીજીના યજ્માનો નોંધાય છે. આ કથામાં પૂજા, હવન , જાપ , ભજન સંધ્યા આરતી વગેરેનું પણ આયોજન કરેલ છે.
કથાશ્રવણ માટે આવેલ સર્વે શ્રોતાજનો માટે પ્રતિદિન ભોજન મહાપ્રસાદની સ્થા કરેલ છે . ભાગવત કથાના વિશાળ આયોજ્ન માટે વિવિધ સમિતિઓની રચના કરવામા આવી છે . સિયારામ મંડળીના પ્રમુખ સુરેશભાઇ ચંદારાણાના માર્ગદર્શન હેઠળ સર્વે કારોબારિ સભ્યોની ભાગવત સપ્તાહ સમિતિ કથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કથામા પૂ હરિચરણદાસ્જી મહારાજની રક્તતુલાનુ પણ સંતો, મહંતોની ઉપસ્થિતિમા આયોજન કરેલ છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ અજય સંઘાણી 9601275773, વિજયભાઈ કારીયા 9879550105, અશોકભાઈ હિંડોચા, 94262 54999, કેતનભાઈ મસરાણી એ જણાવ્યું હતુ કે જે કોઈ રઘુવંશી ભાઈઓ સપ્તાહ દરમ્યાન સેવા કરવા ઈચ્છુક હોયતેઓ અનિલભાઈ વણઝારા 94262 30320 નો સંપર્ક કરી નામ નોંધાવવા જણાવવામાં આવ્યું હતુ.