કેબીનેટ બેઠકમાં ઓમિક્રોન વેરિએન્ટની ચર્ચા કેન્દ્ર સ્થાને
અબતક,રાજકોટ
રાજય સરકારના મંત્રી મંડળની બેઠકની સામાન્ય રીતે દર બુધવારે મળતી હોય છે. આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2022 અંતર્ગત આવતીકાલથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દુબઈ તથા યુએઈના પ્રવાસે જઈરહ્યા હોય આજે એક દિવસ વહેલી કેબીનેટ બેઠક મળી હતી.
જેમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રઓનની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી જો ઓમિક્રોના કેસ વધે તો શાળાઓમાં ફરી ઓફલાઈનના બદલે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાના મૂદે પણ પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી.
રાજય સરકારની કેબીનેટ બેઠક દર બૂધવારે સવારે મળતી હોય છે.
જેમાં અલગ અલગ મૂદાઓ પર ચર્ચાઓ કરવામાં આવતી હોય છે.
દરમિયાન મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલથી વાયબ્રન્ટ સમિટ માટે ઉદ્યોગપતિઓને આમંત્રીત કરવા માટે બે દિવસ માટે દુબઈ અને યુએઈના પ્રવાસે જઈ રહ્યા હોવાના કારણે આજે એક દિવસ વહેલી કેબીનેટની બેઠક બોલાવી લેવામાં આવી હતી. જેમાં ઓમિક્રોન વેરિયન્ટ મૂદે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત ગત સપ્તાહે પડેલા કમૌસમી વરસાદમાં ખેડૂતોને થયેલી નુકશાની કોરોનાના સતત વધતા કેસ સહિતના મૂદે ચર્ચાઓ કરવામાં આવીહતી.