અબતક, જીતેન્દ્ર આચાર્ય
ગોંડલ
ગોંડલ માટે સુવિધા ને બદલે દુવિધારુપ સાબીત બનેલા આશાપુરા અંડર બ્રીજ મા જામેલા કીચડ મા સ્લીપ થયેલી એસટી બસ દિવાલ સાથે અથડાતા ડ્રાઇવર કંડકટર સહિત અગીયાર મુસાફરો ને ઇજા પહોંચતા સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ ના પગલે એસટી તંત્ર ના અધિકારીઓ અંડર બ્રીજ દોડી ગયા હતા.અને જોખમી અંડર બ્રીજ અંગે વિભાગીય નિયામક ને વાકેફ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સાંજે પોણા ચાર ના સુમારે ડીસા થી જુનાગઢ જઈ રહેલી જુનાગઢ ડેપો ની બસ ગોંડલ આશાપુરા અંડર બ્રીજ મા દિવાલ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત મા બસ ના ડ્રાઇવર ફારુકભાઇ સોલંકી ઉંદર 47 રે.જુનાગઢ, કંડકટર રફીકભાઇ આરીયાણી ઉ.ઉ.50 રે.જુનાગઢ,વિષ્ણુજી ઠાકોર ઉ 36 રે.પાટણ,મહાવીરસિહ જાડેજા ઉ.21 રે જામ ખંભાળીયા,ચંદુભાઇ રાવલ ઉ 68 રે.બીલખા,ભાર્ગવ હરવાણી ઉ.18 રે.માણાવદર,ચનાભાઇ ડોસાણી ઉ.38 રે.ફતેહપુર,કારીબેન ચનાભાઇ ઉ.35 રે.ફતેહપુર,રાહુલ ચનાભાઇ ઉ.17 રે.ફતેહપુર,પ્રતિક રાજકુમાર દુબે ઉ.26 રે.જુનાગઢ, રાજેન્દ્ર સોલંકી ઉ.17 રે.ગોંડલ ને ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
બસ અંડર બ્રીજ મા પ્રવેશી ત્યારે આગળ જતા વાહન ચાલકે બ્રેક મારતા બસ ડ્રાઇવરે પણ બ્રેક મારી હતી.પરંતુ બ્રીજ મા પાણી અને કીચડ જામેલા હોય બસ સ્લીપ થઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
આશાપુરા ફાટક પર ઉંદર ના ભોણ સમા બનેલા અંડર બ્રીજ સામે શરુઆત થી જ સવાલો ઉઠી રહયા છે.અંડર બ્રીજ મા આવેલી ગોળાઇ જોખમી બનશે તેવા અનુમાનો પણ થઈ રહ્યા હતા.અધુરા મા પુરુ હોય બ્રીજ નીચે સતત પાણી ભરાયેલુ રહેતુ હોય શેવાળ અને કીચડ જામ્યા હોય વાહન ચાલકો લપસી પડવા ના બનાવો છાસવારે બની રહ્યા છે.
સામાન્ય રીતે અંડર બ્રીજ મા વળાંક કે ગોળાઇ હોતી નથી.સાંકડા બનેલા અંડર બ્રીજ ની ગોળાઇ જોખમી બની હોવા થી એસટી બસો ને વારંવાર અહી અકસ્માતો નો ભોગ બનવુ પડે છે.આશાપુરા ફાટક પર ખરેખર તો ઓવરબ્રીજ બનાવવો જોઈએ પરંતુ તંત્ર દ્વારા કોઈ ’અગમ્ય’ કારણોસર ઉંદર ના ભોણ જેવો અંડર બ્રીજ બન્યો હોય જોખમી બની રહયો છે.