પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ જયોતીબેન પંડયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં મહિલા સશકિતકરણને વેગ મળે તથા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓનો મહિલાઓને વધુને વધુ લાભ મળે અને વર્તમાન સમયમાં મહિલાઓ પુરુષ સમોવડી બને તે માટે મહિલાઓને માહિતીસભર બનાવવા ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જશુબેન કોરાટની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં મહિલા સંમેલનો યોજાશે. તે અંતર્ગત માહિતી આપતા રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયાએ જણાવ્યું હતું કે, શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિધાનસભા વાઈઝ આવતીકાલથી મહિલા સંમેલનો યોજાશે. જેમાં વિધાનસભા-૬૯માં આવતીકાલે તા.૧૬ને શનિવારના રોજ સાંજે ૪ કલાકે શહેરના કાલાવડ રોડ ખાતે આવેલા મહિલા કોલેજ ઓડીટોરીયમમાં યોજાશે. તેમજ તા.૧૭/૯ને રવિવારના રોજ વિધાનસભા-૬૮માં પંડિત દીનદયાલ કોમ્યુનીટી હોલ, પેડક રોડ સાંજે ૪ થી ૬ તેમજ તા.૧૮/૯ને સોમવારના રોજ વિધાનસભા-૭૦,૭૧નું મહિલા સંમેલન પારડી રોડ બોલબાલા માર્ગ ખાત આવેલા આરએમસી કોમ્યુનીટી હોલમાં યોજાશે. આ મહિલા સંમેલનને સફળ બનાવવા અંજલીબેન ‚પાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયાના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૬૯ના ‚પાબેન શીલુ, જાગૃતીબેન ઘાડીયા, વિધાનસભા-૬૮માં કંચનબેન સિઘ્ધપુરા, રાબીયાબેન સરવૈયા, લીનાબેન રાવલ, વિધાનસભા-૭૦,૭૧માં રક્ષાબેન બોળીયા, વીણાબેન ધ્રાંગધરીયા સહિતના સાથે મહિલા મોરચાના તમામ શ્રેણીના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!