ગુજરાતમાં દારૂબંધી છે સરકાર દ્વારા પણ રાજયમાં ગેરકાયદે દારૂનું વેંચાણની બંધીનો કડક સજાની જોગવાયો કરવામાં આવેલ છે. તેમ છતા બુટલેગર્સો દ્વારા અલગ અલગ રીતે બહારના રાજયમાંથી ઇંગ્લીશ દારૂ લઇ આવી હેરફેર તથા વેંચાણ કરવામાં આવતુ હોય છે, જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેંચાણ ઉપર અંકુશ લાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ.
રાજકોટ શહેર પોલીસ દ્વારા સને 2021 માં એક વર્ષ દરમ્યાન જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ 169 ગુન્હામા કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂ તથા બીયરની બોટલ/ટીન કુલ 35,805 જેની કિ.રૂા. 1,46,60,329/- તથા ઝોન-1 ઠેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ 309 ગુન્હામાં કબ્જે કરવામા આવેલ ઇગ્લીશ દારૂ બીયર ની કુલ બોટલ/ટીન કુલ 41,337 જેની કિ.રૂા. 1,13,84,749/- તથા ઝોન-ર હેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના કુલ 216 ગુન્હામા કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂ બીયર ની કુલ બોટલાટીન 7103 જેની કુલ કિ.સ.23,97,683/- મળી રાજકોટ શહેરમાં કુલ 694 ગુન્હામા કબ્જે કરવામા આવેલ ઇંગ્લીશ દારૂબીયરની બોટલ/ટીન 84,245 જેની કુલ કિ.રૂ.2,84,42,761/- નો કબ્જે કરવામાં આવેલ ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો નામદાર કોર્ટનો હુકમ મેળવી રાજકોટના સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચેની સીમ ખાતે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજા, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પુજાબેન જોટાણીયા અને નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક આઇ. બી. સીદી ની આગેવાનીમાં નાશ કરવામાં આવેલ શહેર પોલીસ દ્વારા સને.2021 માં એક વર્ષ દરમ્યાન ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેંચાણ ઉપર અંકુશ લાવવા તમામ પ્રયાસો હાથ ધરી ઇંગ્લીશ દારૂ બીયરની બોટલ/ટીન 84,245 કુલ કિ.રૂા.2,84,42,761/- નો જથ્થો પકડી પાડવામાં આવેલ હતો.