રાજ્યના તબીબી શિક્ષકો અને સરકારી સેવાઓના તબીબો હડતાડના માર્ગે ચાલી રહ્યા છે.ત્યારે ચાર દિવસના વિરોધ પ્રદશન બાદ આજ રોજ તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર સુધી મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપી હડતાલને વધુ ઉગ્ર બનાવી છે. અને તબીબોએ સાથે શરતી રાજીનામાં પણ ત્યાર રાખ્યા છે.જો પ્રશ્નોનો
નિરાકરણ નહીં મળે તો સંપૂર્ણ હડતાલ પર જવાની ચીમકી પણ આપી છે.
તબીબોએ ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કર્યો હતો .પ્રથમ હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન આપ્યું હતું.અને કોવિડ બિલ્ડિગ પાસે એકઠા થઇ.
રામધૂન ગાઈ વિરોધ પ્રદશન કર્યો હતો અને આજ રોજ મહારેલી કાઢી વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો.જો આગામી દિવસોમાં પ્રશ્નોનો નીવાકરણ નહિ આવે તો હડતાળને વધુ ઉગ્ર બનાવની ચીમકી આપી છે.