ખાલી તેલના ડબ્બા – લાકડા એકત્રિત કરી 31,000 ચકલી ઘર બનાવ્યાં : કુલ 51,000 ચકલી ઘર બનાવવાનું લક્ષ્ય
એકસમયે શહેરથી દૂર જતી ચકલી ઓને પાછી લાવતા વિશ્વકર્મા વંશજ
ધ્રાંગધ્રાના શંભુભાઈ મિસ્ત્રી એક અનોખું જીવન જીવી રહ્યા છે . નાનું એવું પક્ષી “ચકલી” જે તમારા આંગણમાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લાવતી અને બાળકો ને અતિ પ્રિય ચકીબેન એકંતરે લુપ્ત થતી ગઈ છે . શંભુભાઈ ની ગાથા અનેરી છે તેને આ ચકલીઓને બચાવવા માટે અને તેની પ્રજાતિ તસવીરોમાં નહીં પણ શહેરમાં મોહરા માં ચીચી કરતી પાછી આવે અને તેનો આવાજ થકી લોકોના ચહેરા પર સ્મિત આવે એવું કાર્ય હાથમાં લીધેલ.
શંભુભાઈ વ્યવસાયે સુથારી કામ કરે છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ બે કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડી ગરમીથી રક્ષણ આપે છે અને તેની આવરદા 10 થી 12 વર્ષની હોય છે. તેઓ અત્યાર સુધીમાં 30,000 થી પણ વધારે ઘર બનાવી ચૂકેલ છે અને તેઓ 51,000 ઘર નુ પેરિત કાર્ય કરી રહ્યા છે અને તેમના અંદાજ મુજબ વર્ષ 2024 સુધીમાં આ લક્ષ્ય પૂરું કરવાની તેમની ધારણા છે .
લાકડાના ઘર બનાવવાની પેરણા તેમને તેમના ઘરમાં એક પુઠા નુ ઘર લગાવેલ હતું જેમાં ચકલીનું મારો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પ્રત્યે અનેરો લગાવ થઈ ગયો . પણ વરસાદ આવવાથી ઘર ભીંજાઈ ને તૂટી ગયું અને માળા માંથી ઈંડા નીચે પડીને તૂટી ગયા આ જોઈને શંભુભાઈ ની આત્મા કાપી ઉઠી અને તેમણે નક્કી કર્યું આ આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવી જેથી કરીને ચકલીએ કરેલી મહેનત નિષ્ફળ ન જાય અને તેઓને એક મજબૂત ઘર મળી રહે અને પોતે જાતે જઈને અને લોકોને ફ્રી માં આપીને ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કરે અને આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળે તે માટે અનેક લોકો અને સંસ્થાઓ તેમને મદદરૂપ થયા અને તેમની સાથે આ અભિયાનમાં જોડાયા.
શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી ચીચી કરતી પાછી આવવા લાગી જ્યાં ઘણા સમયથી લોકો એ ચકલીઓ ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગની ઉત્પન્ન થઈ અને શંભુ ભાઈ એ કરેલ પ્રયત્ન સફળ થયો . કહે છે નિષ્ઠાથી જે કાર્ય કરવામાં આવે તેને સાથ હંમેશા પરમાત્મા આપે છે .શંભુભાઈ કહે છે કે લોકોમાં હવે જાગૃતતા આવી છે અને પોતાના ઘરે ચકલીઘર લગાવતા થયા છે ધીમે ધીમે બધાના સહકારથી આપને આ લુપ્ત થતી ચકલી ઓ ને બચાવી શકીશું અને આ પરમાત્માના જીવનું રક્ષણ કરવું તે આપણી જવાબદારી છે પ્રકૃતિ તેના સૌંદર્ય થી શોભે છે તેને નાશ કરવાનો આપણો કોઈ અધિકાર નથી આપની ભૌતિકતા માટે કોઈ પણ જીવનો નાશ કરવો તે માનવ જીવનું વિનાશને નોતરે છે તેથી પ્રકૃતિ સાથે પ્રેમ કરી અને તેના જીવનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે .
ધ્રાંગધ્રા માં રહેતા અને મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા યુવાન પશુ પક્ષીઓ માટે અનેરી પ્રીત ધરાવે છે તે દરરોજ 10 કલાકના તેના કામકાજ દરમ્યાન પશુ અને પક્ષીઓ માટે પક્ષી ઘર અને સ્વાન ઘર બનાવી સેવા આપે છે . આ યુવાને 25000 પક્ષી ઘર અને 200 શ્વાન ઘર બનાવી નિ:શુલ્ક વિતરણ કર્યા છે . ધ્રાંગધ્રા ના જીવદયા પ્રેમી એવા શંભુભાઈ મદનલાલ મિસ્ત્રી ખાલી તેલના ડબા અને લાકડા માંથી પક્ષી ઘર તથા શ્વાનોના બચ્ચા ઠંડીથી રક્ષણ મેળવી શકે માટે શ્વાન ઘર બનવવાણી સેવા આપે છે . અત્યાર સુધીમાં 25000 લાકડાના ચકલી ઘર અને શ્વાન ના બચ્ચાઓ ને રહેવા માટે 200 થી વધુ ઘર બનાવી વિતરણ કરી ચુક્યા છે .
પ્રકૃતિ આપણને ઘણું આપે છે તો તેના જીવનું રક્ષણ કરવુ તે આપણી નૈતિક જવાબદારી : શંભુ મિસ્ત્રી
પક્ષી પ્રેમી શંભુભાઈ મિસ્ત્રી એ અબતક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નાનપણમાં રોજ દાદીમાના કહેવાથી સવારે પક્ષીઓ ને ચણ નાખવા જતો અને ત્યારથી જ પક્ષીઓ પ્રત્યે જીજ્ઞાશાની શરૂઆત થઈ હતી , એક દિવસ ચકલી ને મારા ઘરની નીચે માળો બાંધતા જોઈ હતી . જુવેર પુંઠાના ઘરમાં વધારે વજન થઇ જવાથી માળો તૂટી ગયો હતો . આથી તેની બધી જ મહેનત વ્યર્થ ગયેલ હતી.
આ જોઈને લાકડાના મજબૂત ચકલી ઘર બનવાવાનું ચાલુ કર્યું હતું .પક્ષીઓને અને પશુઓ ને શિયાળા દરમ્યાન ઠંડીથી રક્ષણ મળે આ માટે મજબૂત ઘર બનાવ્યા છે અને દરરોજ શક્ય હોઈ તેટલા ઘર બનાવી રહ્યો છું . ઉનાળામાં પક્ષીઓને પીવાના પાણીની જરૂરિયાત રહેતી હોવાથી તેલના ખાલી ડબાઓ માંથી પાણી અને ચણ રહે તેવા ઘર બનાવી આપું છું . જેનું વિના મુલ્યે વિતરણ કરાતું હોવાની જાણ થતા લોકો ખાલી ડબ્બા દુકાને મૂકી જઈ સહકાર આપવા લાગ્યા છે .
હાલ શિયાળાના સમયમાં શ્વાનો માટે પ્રસુતિનો સમય હોવાથી તેમના બચ્ચા માટે ઘર પણ બનાવું છું જીવનના અંતિમ શ્વાસ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીને ચકલીઓ માટે રહેઠાણ બનાવાશે અને પક્ષીઓ કુતરાના બચ્ચા પ્રત્યે પોતાની ફરજ અદા કરીશ બસ આજ મારો ઉદેશ્ય છે .વિશ્વકર્મા સમાજ ના સહકારથી અને અન્ય સમાજનો સહકાર મળતો રહે છે . હાલમાં 31,000 ચકલીઓ ના ઘર બન્યા છે ત્યારે આગામી દિવસોમાં 51,000 માળા બનાવાનો ટાર્ગેટ છે જેમાં મિત્રોનો ખુબ જ સાથ સહકાર મળી રહ્યો છે .
સ્પેરો મેન શંભુભાઈ સાથે 12 વર્ષથી સેવામાં જોડાયેલ છે: જીતુભા ઝાલા
જીતુભા ઝાલા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ થી હું શંભુભાઈ સાથે જોડાયેલ છું .મને સેવાકીય કાર્ય કરવા ખુબજ ગમે છે અને અમે બધા મિત્રો સાથે મળીને શંભુ ભાઈ ને બનતી તમામ મદદ કરીએ છીએ . અમારો પણ સંકલ્પ છે અમે શંભુ ભાઈ ને 51000 ચકલીના માળા બનાવામાં પૂરતો સાથ આપીશું .
શંભુભાઈના સેવાયજ્ઞમાં હું અંતિમ શ્ર્વાસ સુધી સાથે રહીશ : મયુરધ્વજસિંહ ઝાલા
મયુરધ્વજસિંહ ઝાલાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શંભુભાઈ અને હું સાથે જ અભ્યાસ કરતા હતા .મૂંગા પશુ પક્ષીઓ પ્રત્યેની શંભુભાઈ ની લાગણી જોઈને મારું પણ હૃદય દ્રવી ઉઠ્યું અને હું પણ શંભુ ભાઈ ના આ ભગીરથ કાર્યમાં જોડાયો. શંભુભાઈના સેવાયજ્ઞ માં હું અંતિમ શ્વાસ સુધી સાથે રહીશ