સામગ્રી :
- – ૧ કપ
- – પરમેસન ચીઝ ૧ કપ
- – ઓરેગાનો ૨ સ્પુન
- – લસણ ૧ ટી સ્પુન
- – ચેરી ટોમેટો ૧/૨ કપ
- – ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પુન
- – ડુંગળી ૧/૪ કપ
- – તુલસીના થોડા પાન
- – ઓલીવ ૧ ટી સ્પુન
- – ટોમેટો પ્યુરી ૧/૪ કપ
- – સન ડ્રાય ટમેટા ૧/૪ કપ
- – ફ્રેશ ક્રીમ ૧/૨ કપ
- – પાઇન અખરોટ ૧/૨ કપ
- – રીકોટા ચીઝ ૧/૪ કપ
- – મીઠુ સ્વાદ પ્રમાણે
- – મરી પાવડર સ્વાદ પ્રમાણે
સૌ પ્રથમ ઉકળતા પાણીમાં પાસ્તા નાખી તે સોફ્ટ બને ત્યા સુધી ઉકળવા દો. પછી તેને ગાળીને મુકી દો. એક પેન લો. તેમાં ઓલીવ ઓઇલ નાખો. તેલ ગરમ થયા બાદ તેમાં સમારેલુ લસણ નાખો. ૨ મિનિટ ચડવા દો પછી તેમાં સમારેલી ડુંગળી નાખો તેમાં ઓરીગાનો, ચીલી ફ્લેક્સ, મીઠુ, ચેરી ટોમેટો ઉભેરો. પછી તેને થોડી વાર ચડવા દો. હવે તેમાં રીકોટા ચીઝ અને ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર હલાવો. પછી તેમાં પરમેસન ચીઝ મિક્સ કરો. તેમાં પાસ્તા અને અખરોટ ઉમેરો. હવે તેમાં બાકી રહેલી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને સર્વિગ પ્લેટમાં સર્વ કરી સન ડ્રાઇ ટોમેટો ઓલીવ અને તુલસીના પાનથી સજાવો. તૈયાર છે. આપણા ઇટાલિયન સ્ટાઇલ પાસ્તા.