લેડીઝ કલબમાં સેલ્ફ ડિફેન્સ એટલે કે બહેનોએ સ્વરક્ષણ માટેના પ્રયાસ
સાનિધ્ય લેડીઝ ક્લબની શુભ શરૂઆત, અનેક નાટક, હાસ્ય દરબાર , મ્યુઝીકલ શો, પીકનીક અને સ્નેહ મિલન જેવા અનેક કાર્યક્રમ ની વણજાર છેલ્લા દોઢ દાયકાથી કાર્યરત વી-કેન ગૃપ દ્વારા સાનિધ્ય લેડીઝ ક્લબની શુભ શરૂઆત કરવામાં આવી છે. વર્ષ દરમિયાન 10 કાર્યક્રમો જેવા કે નાટક, મ્યુઝીકલ શો, હાસ્ય દરબાર, પિકનિક, સ્નેહ મિલન જેવા અનેક કાર્યક્રમ થશે અને હા ખુશખબર આ વાર્ષિક કાર્યક્રમના આયોજન આર.ડી. ગૃપના માર્ગદર્શન હેઠળ યોજાશે, ફક્ત બહેનો માટે રાજકોટમાં સાનિધ્ય લેડીઝ ક્લબ 2022 ની વાર્ષિક મેમ્બરશીપ શરૂ થયેલ છે . રૂપીયા 900 થી 1800 સુધી અલગ અલગ ચાર યોજના આપની રો અને ફીક્સ સીટ નંબર સાથે કોઇપણ જાતના છુપા ચાર્જ વગર દરેક કાર્યક્રમની જાણ સરકયુલર દ્વારા કુરીયર મારફત કરવામાં આવશે.
સાનિધ્ય લેડીઝ કલબના મેર્મ્સ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે2022થી શરૂ સાનિધ્ય લેડીઝ ક્લબના પેલા બે કાર્યક્રમ જાન્યુઆરીમાં પીકનીક અનેફેબ્રુઆરીમાં મ્યુઝીકલ શો આપવામાં આવશે આ લેડીઝ ક્લબમાં સેલ્ફ ડિફેન્સ એટલે કે બહેનોએ પોતાના સ્વરક્ષણ માટે શું કરવું અને કોઇપણ બહેનોને ક્યાંય પણ કોઇપણ જાતની તકલીફ હશે તો આ સંસ્થા તેમને મદદ કરશે અને બહેનોના કોઇપણ પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરશે . મુદ્દો એટલે સાથે જોડીએ છીએ કે દરેક બહેનોએ અવારનવાર નાના – મોટા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે જેમાં હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ઘણીવાર ઘણા પ્રશ્નો બહેનોના હોઇ શકે તે બહાર નથી આવી શકતા તેને પુરતો ન્યાય મળે તે માટે અમો એટલે કે સાનિધ્ય લેડીઝ ક્લબ તેમને પુરતો સપોર્ટ કરવાના પ્રયત્ન કરીશું . અત્યારે સેલ્ફ ડીફેન્સ માટે આપણે શું કરવું તેના માટે રાજકોટની એક નામાંકિત સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવશે કે જે બહેનો માટે કાયમી ઉપયોગી બનશે . જ્યારે રાજકોટની નામાંકિત સંસથા એવી આર.ડી. ગૃપ અને પરેશભાઇ પોપટનો પણ સાનિધ્ય લેડીઝ ક્લબને સપોર્ટ મળી રહ્યો છે ત્યારે સાનિધ્ય લેડીઝ ક્લબ જ્યોતીબેન પોપટ (પ્રોજેક્ટ ચેર પર્સન), ડો . પીનાબેન કોટક (પ્રમુખ), ડો . તૃપ્તિ એસ . રાજા (ઉપ પ્રમુખ), અનિતાબેન ચાંગરાણી (સેક્રેટરી), કમિટી મેમ્બર તરીકે જયશ્રીબેન ભુપતાણી, રીટાબેન સેજપાલ , ભાવીકા ગણાત્રા , પ્રફુલ્લાબેન પરમાર, ઉષાબેન કિસોનેજી , સીમાબેન અગ્રવાલ , જાગૃતીબેન ખીમાણી, દીપાબેન કાચા કામકરી રહ્યા છે. વધુ માહિતી માટે શિવાની ડેકોરેશન 14 દિવાનપરા જૂની ખડપીઠ 9925510103, 7433927606 સંપર્ક કરવો.